Gujarat

ચાન્સેલર મર્ઝની યાત્રાથી ભારત-જર્મની સંબંધોને નવી દિશા

ગાંધીનગર : સ્વામી વિવેકાનંદ જયંતીના પ્રસંગે જર્મનીના ચાન્સલર ફ્રિડરિખ મર્ઝનું ભારત આગમન બંને દેશોના સંબંધોમાં ઐતિહાસિક ક્ષણ બની રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ભારત અને જર્મની વચ્ચે વિચાર, જ્ઞાન અને આત્માનો જે સેતુ સ્વામી વિવેકાનંદે રચ્યો હતો, તેને ચાન્સલર મર્ઝની આ મુલાકાત નવી ઊર્જા, વિશ્વાસ અને વ્યાપ આપી રહી છે.વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે ચાન્સલર મર્ઝની આ ભારત અને સમગ્ર એશિયાની પ્રથમ યાત્રા છે, જે ભારત સાથેના સંબંધોને તેઓ કેટલું મહત્વ આપે છે તેનું સ્પષ્ટ પ્રમાણ છે. તેમણે વ્યક્તિગત રસ અને પ્રતિબદ્ધતા બદલ ચાન્સલર મર્ઝનો આભાર વ્યક્ત કર્યો હતો. ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે આજે ભારત તથા જર્મનીના પ્રતિનિધિ મંડળ વચ્ચે દ્રિપક્ષીય મંત્રણા થી હતી. તે પછી પીએમ મોદી અને જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝએ સંયુકત્ત નિવેદન આપ્યુ હતું.વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે ગયા વર્ષે ભારત–જર્મની વ્યૂહાત્મક ભાગીદારીને 25 વર્ષ પૂર્ણ થયા છે અને આ વર્ષે બંને દેશો રાજદ્વારી સંબંધોના 75 વર્ષ ઉજવી રહ્યા છે. આ માત્ર સમયગાળાના આંકડા નથી, પરંતુ પરસ્પર વિશ્વાસ, સંયુક્ત મહત્ત્વાકાંક્ષાઓ અને સતત મજબૂત થતા સહકારનું પ્રતીક છે.ભારત–જર્મની વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર હવે 50 અબજ ડોલરને પાર કરી ચૂક્યો છે. ભારત ખાતે 2,000થી વધુ જર્મન કંપનીઓની હાજરી ભારતની ક્ષમતાઓ પર જર્મનીના અડગ વિશ્વાસને દર્શાવે છે. આજે યોજાયેલા ભારત–જર્મની CEO ફોરમમાં આ સહયોગ જીવંત રીતે જોવા મળ્યો હતો.

વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે નવીનીકરણીય ઊર્જા બંને દેશોની સંયુક્ત પ્રાથમિકતા છે. આ ક્ષેત્રે સહકાર વધારવા માટે India–Germany Centre of Excellence સ્થાપવાનો નિર્ણય લેવાયો છે. ગ્રીન હાઇડ્રોજન ક્ષેત્રે શરૂ થનારા મેગા પ્રોજેક્ટને ભવિષ્યની ઊર્જા માટે ‘ગેમ ચેન્જર’ ગણાવવામાં આવ્યો હતો. સંરક્ષણ અને સુરક્ષા ક્ષેત્રે વધતો સહયોગ બંને દેશોના પરસ્પર વિશ્વાસનું પ્રતિબિંબ છે. રક્ષણ વેપાર પ્રક્રિયાઓ સરળ બનાવવા બદલ વડાપ્રધાન મોદીએ ચાન્સલર મર્ઝનો આભાર માન્યો. સાથે જ co-development અને co-production માટે રોડમેપ પર કામ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

રવીન્દ્રનાથ ટાગોર, સ્વામી વિવેકાનંદ અને મેડમ કામાના ઐતિહાસિક યોગદાનને યાદ કરતાં વડાપ્રધાને જણાવ્યું કે ભારત–જર્મનીના people-to-people ties અત્યંત ગાઢ છે. Migration, mobility અને skilling પર વિશેષ ભાર મુકવામાં આવ્યો છે. Global Skills Partnership હેઠળ healthcare professionalsની અવરજવર સરળ બનશે.Higher Education માટે તૈયાર કરાયેલા Comprehensive Roadmapથી શૈક્ષણિક સહયોગને નવી દિશા મળશે. વડાપ્રધાન મોદીએ જર્મન યુનિવર્સિટીઓને ભારતમાં કેમ્પસ શરૂ કરવા આમંત્રણ આપ્યું. રમતગમત ક્ષેત્રે સહયોગ યુવાઓને જોડવાનો અસરકારક માધ્યમ બનશે.

યુક્રેન, ગાઝા સહિતના વૈશ્વિક મુદ્દાઓ પર બંને દેશોએ વિગતવાર ચર્ચા કરી. આતંકવાદ સામે એકજૂટ લડત અને વૈશ્વિક સંસ્થાઓ, ખાસ કરીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સુધારાની જરૂરિયાત પર સહમતિ વ્યક્ત કરવામાં આવી હતી.
વડાપ્રધાન મોદીએ અંતે જણાવ્યું કે ભારત અને જર્મનીની મિત્રતા માત્ર દ્વિપક્ષીય નથી, પરંતુ વૈશ્વિક સ્થિરતા અને વિકાસ માટે મહત્વપૂર્ણ છે. ચાન્સલર મર્ઝની આ યાત્રા ભારત–જર્મની ભાગીદારીને નવી ઊર્જા અને સ્પષ્ટ દિશા આપશે.

Most Popular

To Top