સુરત : અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ગુપ્ત દાન સ્વરૂપે અત્યાર સુધીમાં ૨૨૫ અંગદાન પ્રાપ્ત થયા છે. સિવિલના ICUમાં દાખલ પરપ્રાંતીય ૨૨ વર્ષીય બ્રેઇનડેડ મુસ્લીમ યુવતી સારવાર દરમિયાન બ્રેઈનડેડ થતા તેમના અંગદાન થી ૭ અંગોનું દાન મળ્યુ મળ્યું હતું.
આ સાથે યુ એન મેહતા હોસ્પિટલમાં દાખલ ૬૪ વર્ષીય દર્દી મ્રુત્યુ પામતા સિવિલ હોસ્પિટલ આ મૃત દર્દીની ચામડી તેમજ આંખોનુ દાન મળ્યુ હતુ.
અમદાવાદ સિવિલ હોસ્પીટલમાં સુપ્રિટેન્ડન્ટ ડો. રાકેશ જોષીએ જણાવ્યુ હતું કે, સિવિલ હોસ્પિટલ ખાતે આજદિન સુધીમાં કુલ ૨૨૫ અંગદાતા થકી કુલ ૭૪૬ અંગોનું દાન મળ્યું છે. આમ જોઇ એ તો ૧૬૮ ચક્ષુ તેમજ ૩૨ ચામડી મળી કુલ ૨૦૦ પેશી ઓ સાથે કુલ ૯૪૬ અંગો તેમજ પેશીઓ નુ દાન સિવિલ હોસ્પિટલ દ્વારા આજદીન સુધી મેળવવામાં આવ્યુ છે.
આ અંગદાન સાથે સિવિલ હોસ્પિટલમાં અત્યારસુધી ૧૯૯ લીવર, ૪૧૪ કીડની, ૧૮ સ્વાદુપિંડ, ૭૩ હૃદય, ૬ હાથ, ૩૪ ફેફસાં, ૨ નાનાં આંતરડાં, ૧૬૮ ચક્ષુ તથા ૩૨ ચામડીનું દાન મળ્યુ છે.