ગાંધીનગર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાત્મા મંદિર ખાતેથી અમદાવાદ મેટ્રો ફેઝ-2 ના અત્યંત મહત્વના એવા સચિવાલયથી મહાત્મા મંદિર સુધીના રૂટનું લોકાર્પણ કર્યુ હતું. પીએમ મોદી સાથે આ પ્રસંગે સીએમ ભૂપેન્દ્ર પટેલ તથા ડેસીએમ હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહયા હતા. આ સાથે જ ગાંધીનગરના આંતરિક વિસ્તારો અને અમદાવાદ વચ્ચેની કનેક્ટિવિટી વધુ મજબૂત બની છે.મેટ્રો ફેઝ-2 ના આ વિસ્તરણ સાથે હવે સરકારી કર્મચારીઓ, મુલાકાતીઓ અને સ્થાનિક રહેવાસીઓ માટે મુસાફરી અત્યંત સરળ અને ઝડપી બનશે. સચિવાલય, જે રાજ્યનું વહીવટી કેન્દ્ર છે, તેને સીધું જ આંતરરાષ્ટ્રીય સ્તરના કન્વેન્શન સેન્ટર ‘મહાત્મા મંદિર’ સાથે જોડવામાં આવ્યું છે. હવે ગાંધીનગરમાં મહાત્મા મંદિર સુધી મેટ્રો ટ્રેન દોડશે.
મેટ્રો સેવાના આખરી ફેજનું પીએમ મોદી ઉદ્ધાટન કર્યું હતું. મેટ્રો કનેક્ટિવિટીથી ગાંધીનગર અને અમદાવાદના ફાયદો થસે. ગાંધીનગરના નવા 5 સ્ટેશન પર મેટ્રો ટ્રેન દોડાવાશે. અક્ષરધામ, જૂના સચિવાયલ અને સેક્ટર-16 સુધી મેટ્રો જશે. સેક્ટર-24 અને મહાત્મા મંદિર સુધી ટ્રેન સુવિધા મળશે.