Gujarat

સાબરમતીથી વેરાવળની સ્પેશિયલ ટ્રેન રવાના થઈ

અમદાવાદ : ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ની ભવ્ય ઉજવણી તા. ૮ થી ૧૧ જાન્યુઆરી, ૨૦૨૬ દરમિયાન થનાર છે. ત્યારે અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશન ખાતેથી વેરાવળની સ્પેશિયલ ટ્રેન દોડાવાઈ. સાબરમતીથી ૧,૨૯૨ યાત્રાળુઓએ સોમનાથની યાત્રાનો આરંભ કર્યો હતો.

આ સ્પેશિયલ ટ્રેનમાં કુલ ૧,૨૯૨ યાત્રાળુઓએ પવિત્ર સોમનાથની યાત્રાનો આરંભ કર્યો હતો. જેમાં વિવિધ વયજૂથના ભક્તો, પરિવારજનો, વડીલો અને યુવાનોનો સમાવેશ થતો હતો. સૌ યાત્રાળુઓમાં સોમનાથ મહાદેવનાં દર્શન માટે અભૂતપૂર્વ ઉત્સાહ અને ભાવનાત્મક ઉમંગ જોવા મળ્યો હતો.

સોમનાથ સ્વાભિમાન પર્વ ભારતની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વિરાસતના ગૌરવની ઉજવણીરૂપ કાર્યક્રમ છે. જે રાષ્ટ્રીય સ્વાભિમાનની ભાવનાને વધુ મજબૂત બનાવે છે. સોમનાથ મહાદેવના મંદિર સાથે જોડાયેલી ઐતિહાસિક ગાથાઓ, ભારતની અડગ શ્રદ્ધા, આક્રમણો સામે અવિચલ રહેલી સંસ્કૃતિ અને રાષ્ટ્રના સ્વાભિમાનની પ્રતીકરૂપ ઓળખને આ પર્વ દ્વારા પુનઃસ્મરણ કરવામાં આવી રહી છે.

Most Popular

To Top