સુરેન્દ્રનગરમાં 1500 કરોડના જમીન એને કૌંભાડમાં સસ્પેન્ડેડ પૂર્વ કલેકટર ડૉ. રાજેન્દ્ર પટેલના આજે રિમાન્ડ પુરા થતાં ઈડી દ્વારા વિશેષ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં કોર્ટે તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવા આદેશ કર્યો હતો.
જમીન કૌભાંડ કેસમાં ઈડી દ્વારા ધરપકડ કરાયેલા પૂર્વ કલેકટર ડૉ. રાજેન્દ્ર પટેલના આજે પાંચ દિવસના રિમાન્ડ પૂરા થતાં ઇડીની સ્પે. કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જોકે ઇડી દ્વારા વધુ રિમાન્ડની માંગણી ન કરતા સ્પેશિયલ કોર્ટે ડૉ.રાજેન્દ્ર પટેલને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવા આદેશ કર્યો હતો.
શું હતો કેસ ?
સુરેન્દ્રનગર જિલ્લામાં ખેતીની જમીનને એને કરાવવા માટે મોટાપાયે ભ્રષ્ટાચાર કરવામાં આવતો હોવાનો આક્ષેપ થતાં આ મામલામાં ઈડી દ્વારા 23 ડિસેમ્બર 2025ના રોજ સુરેન્દ્રનગરના કલેકટર અને અન્ય અધિકારીઓના નિવાસ્થાને દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન 1500 કરોડનું કૌભાંડ થયું હોવાની ચોકાવનારી વિગતો ઈડીને હાથ લાગી હતી.
ઈડી દ્વારા તપાસ કરવામાં આવતા સુરેન્દ્રનગરના તત્કાલીન કલેકટર ડૉ. રાજેન્દ્ર પટેલના પીએ જયરાજસિંહ ઝાલા દ્વારા નાયબ મામલતદાર મોરી દ્વારા કૌભાંડની કબુલાત કરવામાં આવી હતી. જેમાં લાંચની 50% રકમ કલેક્ટર ડૉ. રાજેન્દ્ર પટેલ પોતાની પાસે રાખતા હતા. આ ઉપરાંત અંદાજે 800 જેટલી ફાઈલોમાં સ્પીડ મની તરીકે કલેક્ટર ડૉ. રાજેન્દ્ર પટેલ દ્વારા 10 કરોડ કરતાં વધુ રકમ લાંચમાં લેવામાં આવી હોવાની વિગતો સામે આવી હતી.