અમદાવાદ : બોર્ડના વિદ્યાર્થીઓની ચિંતા અને મૂંઝવણ દૂર કરવા માટે અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા સારથી હેલ્પલાઇન કાર્યરત કરવામાં આવી છે.
બોર્ડના વિદ્યાર્થીઓને કોઈપણ પરીક્ષા લગતી સમસ્યા કે મૂંઝવણ હોય તો તેના ઉકેલ માટે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા સારથી હેલ્પલાઇનનું પ્રારંભ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓને અભ્યાસ દરમિયાન કોઈપણ વિષયમાં કોઈપણ મુશ્કેલી હોય, તો તેઓ હેલ્પલાઇનનો સહારો લઈ શકે છે. વિદ્યાર્થીઓની મૂંઝવણ દૂર કરવા માટે નિષ્ણાતોની ટીમ તૈયાર કરવામાં આવી છે. આ ખાસ ટીમ દ્વારા વિદ્યાર્થીઓના મૂંઝવણ અંગે માર્ગદર્શન આપવામાં આવશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી ટેન્શન, તનાવ કે અન્ય કોઈપણ સમસ્યાન અંગે પણ યોગ્ય માર્ગદર્શન કરવામાં આવશે.