Gujarat

આણંદ-ડાકોર અને આણંદ-બોરસદ વચ્ચે નવી બસો દોડશે

ગાંધીનગર : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગઈકાલે આમંદ બસ મથકની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમ્યાન સંઘવી સમક્ષ કરાયેલી રજુઆતના પગલે આજથી જ આણંદ-ડાકોર અને આણંદ-બોરસદ લોકલ બસ સેવાના નવા રૂટ શરૂ કરી દેવાયા છે.

આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓ સાથે બસમાં જઈને નાયબ મુખ્યમંત્રી દ્વારા સંવાદ કરવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા તેમને પડતી તકલીફોની રજૂઆત કરતા જણાવ્યું હતું કે બોરસદ અને ડાકોર ની વધારાની ટ્રીપ શરુ કરવામાં આવે તો વિદ્યાર્થીઓને સુગમતા રહે અને અમારી માંગણી નું નિરાકરણ થાય. આ વાત સાંભળીને નાયબ મુખ્યમંત્રી એ આણંદ બસ સ્ટેશન ઉપરથી જ ઉચ્ચ અધિકારી સાથે ફોન ઉપર વાત કરીને તાત્કાલિક અસરથી બોરસદ અને ડાકોર ની બસ સેવા શરૂ કરવા સૂચના આપી હતી. જેના પગલે આજે તા.૦૭/૦૧/૨૦૨૬, બુધવારના રોજ આણંદ તથા બોરસદ એસ. ટી. ડેપો સંચાલિત નવીન આણંદ-ડાકોર અને આણંદ-બોરસદ લોકલ બસ શરૂ કરવામાં આવી છે. આણંદના ધારાસભ્ય યોગેશ પટેલ અને મહાનુભાવો દ્વારા લીલી ઝંડી આપી નવીન રૂટની બસને પ્રસ્થાન કરાવવામાં આવી હતી. ધારાસભ્ય યોગેશ પટેલે જણાવ્યું હતું કે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની મુલાકાત થી તાત્કાલિક અસરથી નવી બસના રૂટ શરૂ કરવાથી વિદ્યાર્થીઓની માંગણી પૂરી થઈ છે અને વિદ્યાર્થીઓને અવરજવર કરવામાં અનુકૂળ રહેશે. અપડાઉન કરતા વિદ્યાર્થીઓ અને મુસાફરો એ નવા રૂટ શરૂ થવાથી ખુશી વ્યક્ત કરી હતી.

Most Popular

To Top