Vadodara

વડોદરા : મહાનગરપાલિકાના ડમ્પરે સાઇકલ સવારનો લીધો ભોગ

વડસર બ્રિજ પાસે અકસ્માત, ઘટના સ્થળ પર જ મોત
(વડોદરા, તા. 8)
વડોદરા શહેરના વડસર બ્રિજ પાસે આજે વહેલી સવારે એક દુર્ઘટના સર્જાઈ હતી. વડોદરા મહાનગરપાલિકાના ડમ્પરે સાઇકલ સવાર વ્યક્તિને અડફેટે લેતા તે રોડ પર પટકાયા હતા અને ગંભીર ઇજાઓના કારણે ઘટના સ્થળ પર જ તેમનું મોત નિપજ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર, 8 જાન્યુઆરીના રોજ વહેલી સવારે એક વૃદ્ધ સાઇકલ લઈને વડસર બ્રિજ તરફ જઈ રહ્યા હતા. તે સમયે તેજ ગતિએ આવી રહેલા કોર્પોરેશનના ડમ્પરે તેમને અડફેટે લીધા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે સાઇકલ સવારને બચાવવાનો કોઈ મોકો રહ્યો ન હતો. બનાવના પગલે આસપાસના લોકો મોટી સંખ્યામાં ભેગા થઈ ગયા હતા, જેના કારણે વિસ્તારમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ટ્રાફિક વ્યવસ્થા પુનઃસ્થાપિત કરી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હાલ મૃતકની ઓળખ કરવાની સાથે તેમના પરિવારજનોની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.
પોલીસે અકસ્માત સર્જનાર કોર્પોરેશનના ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. શહેરમાં વારંવાર થતાં અકસ્માતોને લઈને પોલીસ અને તંત્રની કામગીરી સામે ફરી એકવાર પ્રશ્નો ઊભા થયા છે.

Most Popular

To Top