સતત વિકસતા અને ઝડપથી આગળ વધતા સુરત શહેરમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રનું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે. સુરતના ક્રેડાઈ (CREDAI) ગ્રૂપ દ્વારા આયોજિત GLAM પ્રોપર્ટી શો 2026નો પ્રારંભ આવતી તા. 9 જાન્યુઆરી 2026થી થવાનો છે. આ પ્રોપર્ટી શો વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે યોજાશે.
આ પ્રોપેટી શોમાં શહેરના 55 જેટલા જાણીતા ડેવલપર્સ ભાગ લેશે. અહીં ફ્લેટ, લક્ઝરી વિલા, કોમર્શિયલ ઓફિસ તેમજ રોકાણ માટેના વિવિધ પ્રોજેક્ટ્સ એક જ સ્થળે જોવા મળશે. આ શો સામાન્ય ગ્રાહકથી લઈને મોટા રોકાણકારો માટે ઉપયોગી રહેશે.
સુરત ક્રેડાઈના પ્રમુખ ડૉ. જિગ્નેશ પટેલે જણાવ્યું હતું કે GLAM સુરત પ્રોપર્ટી શો એ માત્ર પ્રદર્શન નથી પરંતુ સુરતના લોકો માટે વિશ્વસનીય પ્લેટફોર્મ છે. ઘર હોય કે રોકાણ, દરેકની જરૂરિયાત અહીં મળી જશે એવો અમારો વિશ્વાસ છે.
આ શોમાં ડેવલપર્સ સાથે સીધી વાતચીત કરવાની તક મળશે. જેના કારણે ગ્રાહકોને યોગ્ય માર્ગદર્શન મળશે. સાથે જ સસ્ટેનેબલ લિવિંગ, ગ્રીન એનર્જી અને આધુનિક સુવિધાઓ ધરાવતા પ્રોજેક્ટ્સ પર ખાસ ધ્યાન આપવામાં આવશે.
આ પ્રોપર્ટી શોનું ઉદ્ઘાટન 9 જાન્યુઆરીના રોજ સવારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવશે. તેમજ આ ઉદ્ઘાટન કાર્યક્રમમાં સી. આર. પાટીલ પણ હજાર રેહશે.