Vadodara

આખી દુનિયાને ઓનલાઈન આપી દીધી અને સભ્યોને લાઈનમાં ઉભા રહી ટિકિટ આપવાની ?: ડો.દર્શન

બીસીએના સભ્યો લાઈનમાં ઉભા રહી ભારત ન્યુઝીલેન્ડ મેચની ટીકીટ મેળવશે ?

વેચાણમાં કશી ખામી રહી ગઈ, વડોદરાના લોકોને લાભ મળવોજ જોઈએ :

( પ્રતિનિધિ )વડોદરા,તા.5

આગામી 11 જાન્યુઆરીના રોજ યોજાનાર ભારત ન્યુઝીલેન્ડ વચ્ચેની મેન્સ ઓડીઆઈ મેચને લઈ ટિકિટો સોલ્ડ આઉટ થતા ક્રિકેટ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તો બીસીએના હરીફ જૂથના સભ્યોમાં પણ નારાજગી જોવા મળી છે. આગામી ચૂંટણીમાં હરીફ જૂથના ઉમેદવારે બીસીએની આ પ્રક્રિયામાં ઘણી બધી ખામીઓ હોવાનું જણાવ્યું હતું.

વડોદરાના કોટંબી સ્ટેડિયમ ખાતે યોજાનાર ભારત ન્યુઝીલેન્ડ ક્રિકેટ મેચની ટિકિટો પ્રથમ દિવસથીજ સોલ્ડ આઉટ થતા ઘરના છોકરા ઘંટી ચાટે અને બહાર વાળા લહેર કરે જેવો ઘાટ સર્જાયો છે. ત્યારે, આ મામલે બીસીએમાં હરીફ જૂથના અગ્રણી ડો.દર્શન બેંકરે આ મામલે જણાવ્યું હતું કે, પહેલા જે ટિકિટો વહેંચવામાં આવી બુક માય શો પર એમાં ઘણી બધી ખામીઓ રહી ગઈ છે, એવું મારું માનવું છે. અને એને કારણે ઘણા બધા વડોદરાવાસીઓ ટીકીટ વગરના રહ્યા છે. તમે પહેલા દિવસે ટિકિટો સોલ્ડ આઉટ કરી દીધી અને ફરીથી બુમો પડી ત્યારે તમે એવું કીધું કે કાલે ફરી ટીકીટ આપીશું. તો એનો મતલબ શુ થયો. એ ત્યાથીજ દર્શાવે છે કે, ત્યાં કશી ખામી રહી ગઈ. વડોદરાના લોકોને લાભ મળવોજ જોઈએ. એના માટે જ્યારે ઓનલાઈન ટીકીટ આપી. ત્યારે, વડોદરા માટે ખાસ ઓફલાઈન કાઉન્ટર કર્યું હોત તો વડોદરાના લોકોને એમના માટે એક્સલુઝીવ ટીકીટનો રાઈટ, આપણે સમજી શકીએ છીએ કે, બહારથી પણ બધા બોવ લોકો જોવા માટે આવે, પણ વડોદરા માટે ખાસ વ્યવસ્થા કરી હોત તો વધારે સારું થાત. વધુમાં જણાવ્યું હતું કે, સભ્યોને ટિકિટો હજી મળી નથી બાકી છે, મંગળવારે લાઈનમાં ઉભા રાખી આપવાના છે. વિચાર કેવા જેવું કે, આખી દુનિયાને ઓનલાઈન આપી દીધી દરેક ખૂણે અને સભ્યોને લાઈનમાં ઉભા રહીને ટિકિટ આપવાની એમના ઘરે બોલાવીને બીસીએની પોતાની ઓફિસ છે, તો શું કામ સંસ્કૃતિ હોલમાં બધાને બોલાવે છે. એટલે પોતાના ઘરે બોલાવે છે. સભ્યોને લાઈનમાં ઊભા રહીને ટિકિટ લેવાની 2000 જેટલા સભ્યો છે. બે દિવસ રાખ્યું છે. એક દિવસની 1000 સભ્યોની ટિકિટ લેવાની 8 કલાકમાં 1 000 સભ્યોને ટિકિટ લેવાની એટલે કેટલો બધો સમય વેડફાટ થવાનો. ચાલુ દિવસે બધા સભ્યોએ ત્યાં જઈને ટિકિટ લેવાની આવું કોઈ જગ્યાએ જોયું છે અને આજના જમાનામાં કોઈ આવું કરે. તમારી પાસે દરેક સભ્યનો મોબાઇલ નંબર છે. ઘરનું એડ્રેસ છે તો પછી શું કરવા સભ્યોને ત્યાં બોલાવો છો, કુરિયર થ્રુ મોકલી શકાય અથવા મોબાઈલ પર ઓટીપી લઈને મોકલી શકાય. આજના સ્વીગી અને ઝોમેટોના જમાનામાં આવું થોડું કરાય. વધુમાં બીસીએની ચૂંટણીને લઈને જણાવ્યું હતું કે, મારા દીકરાનાજ લગ્ન છે. એટલે જાણી જોઈને આ તારીખ રાખી છે. ગોવામાં લગ્ન છે જો અહીંયા હોત તો કોઈ સમસ્યા ન હોત. હવે ખબર નહીં જોઈએ આગળ શું થાય છે.

Most Popular

To Top