મ્યાનમારમાં ચૂંટણીઓ યોજાય અને કહેવાતું પ્રજાકીય શાસન આવે તેની આડેનાં ઘનઘોર વાદળ હજુ હટવાનું નામ નથી લેતાં. મ્યાનમારમાં મિલિટરી શાસકો ચૂંટણી યોજવા માટેની પ્રક્રિયા હાથ ધરી રહ્યા છે. જો કે આ મિલિટરી શાસકો પાસે મ્યાનમારનો માત્ર અડધો ભાગ જ કાબૂ હેઠળ છે. બાકી બધે આંતરયુદ્ધ ચાલી રહ્યું હોવાને કારણે કોઈ ચોક્કસ વર્ચસ્વ હેઠળ દેશ નથી. આમ છતાંય ચૂંટણીઓનો બીજો તબક્કો ૧૧ જાન્યુઆરી અને ત્રીજો તબક્કો ૨૫ જાન્યુયારીએ યોજાય એવી શક્યતા છે.
મ્યાનમારમાં કુલ ૩૩૦ ટાઉનશીપમાંથી ૨૭૪ મતદાન કરશે. જનરલ મીન આંગ હ્લેઇંગ, મ્યાનમારની મિલિટરી ટાટમાડોના વડા છે. તેમણે એવું કહ્યું છે કે, એવા ઉમેદવારોને પસંદ કરવા અગત્યનું છે, જેઓ ટાટમાડો સાથે સહકારમાં કામ કરી શકે. ચૂંટણીમાં છ રાજકીય પક્ષો ભાગ લઈ રહ્યા છે અને છેલ્લા બે મહિનાથી ચૂંટણીપ્રચાર કરી રહ્યા છે. જો કે જે રીતે હાલના મિલિટરી શાસકો ચૂંટણીપ્રક્રિયાને અંજામ આપી રહ્યા છે એ જોતાં એને ૨૦૨૦ની ચૂંટણીઓ જેવું જનસમર્થન નથી મળી રહ્યું. વિશ્વભરનાં માધ્યમોએ ૨૦૨૦ની ચૂંટણીઓને મુક્ત અને તટસ્થ ચૂંટણીઓ ગણાવી હતી પણ તત્કાલીન મિલિટરી શાસકોએ એની મતદાનપ્રક્રિયામાં ગેરરીતિઓ અને ગોટાળા થયા છે, એવું બહાનું કાઢી પરિણામો રદ કરી દીધાં હતાં.
આમ, છેલ્લા કેટલાય સમયથી મ્યાનમાર રાજકીય અસ્થિરતા અને અડધોઅડધ દેશમાં કોઈ શાસનવ્યવસ્થા નહીં હોવાથી સિવિલ વૉરને કારણે અરાજકતાનો સામનો કરી રહ્યું છે. આ પાર્શ્વભૂમિકા સાથે ૨૦૨૬માં થનાર ચૂંટણીઓને જોવાની રહેશે. ત્યાંના મિલિટરી શાસકોને સત્તા ભોગવવાની ટેવ પડી ગઈ છે, એટલે બહુ સરળતાથી મ્યાનમારમાં લોકશાહી શાસન સ્થપાય એવી આશા રાખવી વધુ પડતી છે. મ્યાનમારના સર્વસ્વીકૃત નેતા સુ કીનો પક્ષ નેશનલ લીગ ફોર ડેમોક્રેસી (એનએલડી) ચૂંટણી લડી રહ્યો નથી, કારણ કે, એમણે ૨૦૨૩માં જે નવો કાયદો પસાર થયો તે હેઠળ જરૂરી મર્યાદાઓ સ્વીકારીને ચૂંટણી લડવાની વાતનો વિરોધ કર્યો છે અને એટલે આ પક્ષ ૨૦૨૩ના કાયદા પ્રમાણે પુનઃરજિસ્ટર્ડ ન થયો હોવાથી એના ચૂંટણી લડવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
એક બાજુ અડધો દેશ સિવિલવૉરને કારણે મિલિટરી શાસનના કબજામાં નથી અને બીજી બાજુ સુ કી જેવા આંતરરાષ્ટ્રીય માન્યતાપ્રાપ્ત નેતાના પક્ષને ચૂંટણી લડવામાંથી બાકાત રાખવામાં આવ્યો છે. બાકીના જે છ પક્ષો ચૂંટણી લડી રહ્યા છે તે પણ ૨૦૨૩માં મિલિટરીના વાજિંત્રે જે કાયદો પસાર કરાવ્યો તે હેઠળ મર્યાદિત સત્તાઓનો સ્વીકાર કરીને લડી રહ્યા છે. આમ, આ ત્રણે મુદ્દા જોઈએ તો મ્યાનમારમાં ૨૦૨૬માં થનાર ચૂંટણીની વિશ્વસનીયતા કેટલી રહેશે તે સમજી શકાય તેવું છે. અત્યારના શાસક જનરલ મીન આંગ માટે સિવિલવૉર એ ગૌણ મુદ્દો છે. એને તો આ ચૂંટણીઓ બાદ પ્રેસિડેન્ટ તરીકેનો હોદ્દો ધારણ કરી પોતાની સત્તાને કાયદેસરની ઠેરવવી છે અને એટલે આ આખીયે પ્રક્રિયાની વિશ્વસનીયતા ગમે તેટલી ઓછી હોય, ટાટમાડો (મિલિટરી) પોતે નક્કી કરેલા રસ્તે આગળ વધવા માગે છે.
મ્યાનમારના પાડોશી દેશો આ આખાય નાટકમાં ખાસ રસ લેતા નથી. જો કે ચીન અને ભારત એવી કોઈ વ્યવસ્થા ઇચ્છે છે કે જેના કારણે મ્યાનમારમાં સ્થિરતા અને શાંતિ સ્થપાઈ શકે. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રના નિષ્ણાતો કહે છે કે, ભારત અથવા ચીનને લોકશાહી વ્યવસ્થા કે એની જાળવણીમાં એટલો રસ નથી જેટલો એમનાં પોતાનાં અગત્યનાં આર્થિક હિતો અને સરહદે શાંતિ જળવાઈ રહે તેમાં છે. જો કે પશ્ચિમી દેશો અને અમેરિકા તેમજ યુરોપિયન યુનિયન આ ચૂંટણીને માત્ર મજાક ગણાવે છે અને એને લોકશાહીની પુનઃસ્થાપના ગણતા નથી અને આ કારણથી અમેરિકા તેમજ યુરોપ દૂર રહીને આ તમાશો જુએ છે.
આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે જોઈએ તો મ્યાનમારને વૈશ્વિક સહાય ઘટતી ચાલી છે. ટ્રમ્પ શાસન દરમિયાન અમેરિકન સહાય લગભગ સૂકાઈ ગઈ છે અને મ્યાનમારના વધતા જતા રાજકીય અને માનવીય સંકટ સામે સ્થાનિક પ્રજા લગભગ નિઃસહાય છે, કારણ કે, આંતરરાષ્ટ્રીય કોમ્યુનિટીમાં એનો કોઈ હાથ પકડવાવાળું નથી. આ પરિસ્થિતિ ટૂંકા અથવા મધ્યમ ગાળામાં બદલાય એવી કોઈ શક્યતાના અણસાર દેખાતા નથી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.