Vadodara

વડોદરામાં મા અંબાના પ્રાગટ્યોત્સવની ધામધૂમથી ઉજવણી: ‘જય અંબે’ના નાદ સાથે મંદિરો ગુંજી ઉઠ્યા

પોષી પૂનમના પાવન અવસરે માઈભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું; વિશેષ હવન અને મહાઆરતીનું આયોજન

વડોદરા પોષ સુદ પૂનમના પાવન અવસરે આજે સંસ્કારી નગરી વડોદરામાં જગતજનની મા અંબાનો પ્રાગટ્યોત્સવ અત્યંત શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. વડોદરા સ્થિત અંબા માતાના મંદિરે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું અને સમગ્ર વાતાવરણ ‘જય અંબે’ના નાદથી ગુંજી ઉઠ્યું હતું.
મા અંબાના પ્રાગટ્ય દિવસ નિમિત્તે મંદિર પ્રશાસન દ્વારા વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માતાજીની વિશેષ પૂજા-અર્ચના, ભવ્ય આરતી અને હવનનો સમાવેશ થાય છે. ભક્તોએ શિસ્તબદ્ધ રીતે લાઈનમાં ઊભા રહી માતાજીના દર્શન કર્યા હતા અને સુખ, સમૃદ્ધિ તેમજ આરોગ્ય માટે પ્રાર્થના કરી હતી.
હાલમાં શાકંભરી નવરાત્રી ચાલી રહી હોવાથી, આ પવિત્ર અવસરે મા અંબાના મંદિરને લીલા શાકભાજી, વિવિધ ફળફળાદી અને હરિયાળીથી મનમોહક રીતે શણગારવામાં આવ્યું હતું. આ વિશેષ શણગાર માતાજીના ‘શાકંભરી સ્વરૂપ’ના દર્શન કરાવતો હતો, જે ભક્તોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. ભક્તોએ આ અનોખા દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

Most Popular

To Top