પ્રતિનિધિ વડોદરા તા.11
દાંડિયા બજાર વિસ્તારમાંથી કાંચવાળી દોરી માંજતા શખ્સની પોલીસ દ્વારા અટકાયત કરાઇ છે.
આગામી દિવસોમાં આવનાર ઉતરાયણ તહેવાર અનુસંધાને 2 જાન્યુઆરીના રોજ રાવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ વિવિધ દોરીનું વેચાણ કરતી દુકાનોમાં જઈ વેપારીઓને ચાઇનીઝ દોરી,ચાઇનીઝ તુક્કલ/લેન્ટન તથા ચાઇનીઝ માજા તથા ગ્લાસ કોટેડ થ્રેડ તથા સિન્થેટિક કોટિંગ સાથેની પ્લાસ્ટિક દોરી તથા નાયલોન થ્રેટ નું ઉત્પાદન,વેચાણ, સંગ્રહ ના કરવા અંગે સજ્જ કરવામાં આવ્યા છે.તેમજ વેચાણ કરતા મળશો તો કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવશે જે અંગે સમજ કરવામાં આવી હતી. જેમાં દાંડિયા બજાર વિસ્તારમાંથી પોલીસ દ્વારા કાચવાળી દોરી માંજતા વેપારીની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.