હાઇકોર્ટ દ્વારા લોહીત, નોટો સેરીફ, નોટો સન્સ ગુજરાતી ફોન્ટને માન્યતા અપાતા વિરોધ
પ્રતિનિધિ વડોદરા તા.1
વડોદરાની કોર્ટમાં વર્ષોથી સુલેખ, શ્રુતિ, ગુગલ ઈન્ડીક, ગુગલ ફોનેટીક, સરલ ફોન્ટસથી ગ્રીન (લેઝર) પેપર ઉપર કેસો દાખલ કરવામાં આવે છે. પરંતુ ગુજરાત હાઈકોર્ટ દ્વારા પરીપત્ર બહર પાડીને લોહીત ગુજરાતી, નોટો સેરીફ ગુજરાતી, નોટો સન્સ ગુજરાતી ફોન્ટ સાઈઝ-13ને માન્યતા આપવામાં આવી છે. જેનો વડોદરા વકીલ મંડળ દ્વારા સખત વિરોધ કરાયો છે અને આગામી 2 અને 3 જાન્યુઆરી સુધી અલિપ્ત રહેવાનો ઠરાવ કરાયો છે. જુના ફોન્ટસ પ્રમાણે કેસો દાખલ અને સ્વીકાર્ય થાય તેવા માંગણી કરાઇ છે.
જરાત હાઈીકર્ટ દ્વારા જાહેર કરેલા પરીપત્ર મુજબ જે ફોન્ટસ (લોહીત ગુજરાતી, નોટો સેરીફ ગુજરાતી, નોટો સન્સ ગુજરાતી) ફોન્ટ સાઈઝ-13ને માન્યતા આપવામાં આવી છે પરંતુ આ તમામ ગુજરાત ફોન્ટસ સ્થાનિક બારોમાં કાર્યરત નથી. જયારે સુલેખ, શ્રુતિ, ગુગલ ઈન્ડીક, ગુગલ ફોનેટીક, સરલ ફોન્ટસથી ગ્રીન (લેઝર) પેપર ઉપર કેસો દાખલ કરવામાં આવે છે. 1 જાન્યુઆરી 2026થી હાઈકોર્ટના હુકમનો સ્થાનિક કોર્ટો દ્વારા અમલમાં મુકયો છે. જેથી હાઈકોર્ટના સરકયુલરને તાત્કાલીક અમલ કરવો મુશ્કેલ છે. જેથી સ્થાનિક બારોમાં ચાલતા ફોન્ટસનો હાઈકોર્ટ દ્વારા સરકયુલર બહાર પાડી અમલ કરવા વકીલો તથા ધારાશાસ્ત્રીની માંગણી કરવામાં આવી છે અને જે વકીલ દ્વારા જુના ફોન્ટસ પ્રમાણે કેસો દાખલ કરવામાં આવે તો તેને હાલમા કોર્ટ સ્વીકારે તેવી અમારી માંગણી છે. હાઈકોર્ટના સરકયુલરનો ડીસ્ટ્રીક કોર્ટનો અમલ કરી ફાઈલીંગ બંધ કરી દીધુ છે. જેથી 2 થી 3 જાન્યુઆરી સુધી કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો વડોદરા બાર એસેઓશિએશ દ્વારા ઠરાવ કરવામાં આવ્યો છે અને આ ઠરાવમાં જણાવેલા ફોન્ટસ (લીપી) નો સમાવેશ કરવામાં આવશે નહી તો અન્યથા નવા ફોન્ટસથી ટ્રેનીંગ આપી તેને લાગુ કરવામાં ૩ માસનો સમય આપવા વકીલ મંડળની માંગણી છે. જે સ્વીકારવામાં નહી આવે તો કોર્ટ કાર્યવાહીથી અલીપ્ત રહેવાનો સમય વધારવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા વકીલ મંડળના સભ્યોને ગુરૂવારના રોજ વડોદરા વકીલ મંડળના ચુંટાયેલા કારોબારી સભ્યોની મીટીંગ પ્રમુખ હસમુખ ભટ્ટના અધ્યક્ષ સ્થાને નવા એડવોકેટ હાઉસ ખાતે યોજાઇ હતી. જેમાં તમામ કારોબારી સભ્યોએ હાજર રહી સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્યો છે.