ગાંધીનગર : રાજય સરકારે નવા વર્ષના આરંભે સીનિયર આઈએએસ તથા આઈપીએસ અધિકારીઓને બઢતીની ગીફટ આપી છે. જેમાં 14 આઈપીએસ અધિકારીઓને બઢતી આપવામાં આવી છે. જયારે 1996ની બેચના પાંચ પ્રિન્સિપલ સેક્રેટરી કક્ષાના આઈએએસ અધિકારીઓને અધિક ચીફ સેક્રેટરી તરીકે બઢતી અપાઈ છે. જેમાં મોના ખંધાર ( અન્ન નાગરિક પુરવઠો) , ડૉ ટી નટરાજન (નાણાં વિભાગ), રાજીવ ટોપનો (આરોગ્ય વિભાગ) , મમતા વર્મા (ઉદ્યોગ) અને મૂકેશ કુમાર (શિક્ષણ વિભાગ)નો સમાવેશ થાય છે. હજુ ગઈ રાત્રે જ રાજય સરકારે મહત્વનો આદેશ કરીને 1992ની બેચના સીનિયર આઈપીએસ ડૉ. કે. એલ. એન. રાવને રાજયના ડીજીપીનો ચાર્જ આપ્યો છે. વધુમાં રાજય સરકારે 2001 ની બેચના બે આઈએએસને પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે બઢતી આપી છે. જેમાં આરતી કંવર અને વિજય નેહરાનો સમાવેશ થાય છે.
સરકારના ગૃહ વિભાગે કરેલા નવા આદેશ મુજબ 1996ની બેચના સીનિયર આઈપીએસ નરસિમ્હા કોમાર, ડૉ પ્રફુલ કુમાર રોશન , ડૉ એસ પાન્ડિયન રાજકુમારને ડીજીપી તરીકે બઢતી અપાઈ છે. જયારે 2001 ની બેચના ડૉ વિપુલ કુમાર અગ્રવાલને અધિક ડીજીપી તરીકે , નીરજ કુમાર બડગુજર, મીસ સારાહ રીઝવી, શોભા ભૂતડા,પ્રદિપ સેજુલને , સૌરભ સીગને આઈજી તરીકે , ડૉ સુધીર કુમાર દેસાઈને,વલરામ મીણાને , ડૉ. કરણરાજ વાઘેલાને , એસવી પરમારને અને એ એમ મુનીયાને ડીઆઈજી તરીકે બઢતી અપાઈ છે.
આ ઉપરાંત 2010ની બેચના 7 સીનિયર આઈએએસને સુપર ટાઈમ સ્કેલ એટલે કે (લેવલ 14 પે મેટ્રિકસ)માં બઢતી અપાઈ છે, જેમાં આનંદ પટેલ , સુજીત કુમાર , ડૉ નરેન્દ્ર કુમાર મીણા, બી એસ તલાટી , કે એલ બચાણી ( માહિતી કમિશનર ) તુષાર ભટ્ટ અને હાર્દિક શાહ ( પીએમ નરેન્દ્ર મોદીના પ્રાઈવેટ સેક્રેટરી) નો સમાવેશ થાય છે.
2013ની બેચના 13 આઈએએસને રાજય સરકારે સિલેકશન ગ્રેડ – લેવલ 13 પે મેટ્રિકસમાં બઢતી આપી છે. જેમાં સ્તુતી ચારણ, મનીષ કુમાર, ક્ષીપ્રા આગ્રે, અરૂણ મહેશ બાબુ, ડૉ હર્ષિત ગોસાવી, યોગેશ નિરગુડે, અમીત યાદવ , કે.એસ. વસાવા, આર. આર. ડામોર, આર. એમ. ડામોર , એન. વી. ઉપાધ્યાય, પી.બી. પંડયા અને પ્રજેશ કુમાર રાણાનો સમાવેશ થાય છે.
2017ની બેચના 12 આઈએએસને લેવલ 12 – પે મેટ્રિકસમાં બઢતી આપી છે. જેમાં મનીષ ગુરવાણી, સ્વપ્નીલ ખરે, ગુરવ દિનેશ રમેશ ,મીરાંત પરીખ , ગંગાસિંગ , સુરભી ગૌતમ , ડૉ પ્રશાંત જીલોવા, મિલિન્દ બાપના, વિકલ્પ ભારદ્વાજ , એ બી પાંડોર , બી બી ચૌધરી અને બી સી પરમારનો સમાવેશ થાય છે.
અન્ય બીજા આદેશમાં રાજય સરકારે 2022ની બેચના 10 આઈએએસ ને (સીનિયર ટાઈમ સ્કેલ – લેવલ – 11 પે મેટ્રિકસ )માં બઢતી આપી છે. આ અધિકારીઓ હાલમાં રાજયમાં આસી. કલેકટર તરીકે ફરજ બજાવી રહયા છે. મહેક જૈન , પ્રતીભા દહિયા, વિધ્યાસાગર , વંદના મીણા, હિરેન બારોટ , રાજેશ કુમાર મોર્યા, સ્વપ્નીલ મહાદેવ સીસ્લે, ઓમકાર શીન્દે, લેફ કર્નલ અમોલ આવાટે (નિવૃત્ત) અને પ્રતીક જૈનને સમાવેશ થાય છે.