Vadodara

એર ઈન્ડિયા અને ઈન્ડિગોની ફ્લાઈટ ખરાબ હવામાનને કારણે રદ,મુસાફરો અટવાયા

( પ્રતિનિધિ )વડોદરા,તા.31

દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાયું છે. જેની અસર હવાઈ સેવા પર પડી છે. ગાઢ ધુમ્મસના લીધે વિઝિબીલીટીમાં પણ ઘટાડો નોંધાયો છે. જેને કારણે બુધવારે વડોદરા એરપોર્ટ પર એઆઈ અને ઈન્ડિગોની દિલ્હી વડોદરા દિલ્હીની ફ્લાઈટ રદ કરવામાં આવી હતી. જેને પગલે વડોદરા એરપોર્ટ પરથી મુસાફરી કરનાર મુસાફરો અટવાયા હતા.

એર ઇન્ડિયાની ફ્લાઇટ AI 1701 / 1808 દિલ્હી-વડોદરા-દિલ્હી ઓપરેશનલ કારણોસર રદ કરવામાં આવી છે. જ્યારે, ઇન્ડિગોની ફ્લાઇટ 6E 6694/6695 દિલ્હીમાં ખરાબ હવામાનને કારણે દિલ્હી-વડોદરા- દિલ્હીની ફ્લાઈટ રદ કરવામાં આવી છે. ઉત્તર ભારતમાં ચાલી રહેલા ગાઢ ધુમ્મસના કારણે દિલ્હી એરપોર્ટ પર અનેક ફ્લાઇટ્સમાં વિલંબ અને રદ થવાની સ્થિતિ ઊભી થઈ છે. દિલ્હીથી આવનાર ઈન્ડિગોની ફ્લાઇટમાં આવનાર 64 અને વડોદરાથી દિલ્હી જનાર 77 મુસાફરો છે. એરલાઇન્સ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ ફ્લાઇટમાં આવનાર અને જનાર મુસાફરોને વૈકલ્પિક ફ્લાઇટની વ્યવસ્થા અથવા સંપૂર્ણ રિફંડ આપવામાં આવશે. આ સાથે દિલ્હી જનાર મુસાફરો વડોદરા કે અમદાવાદથી દિલ્હી જતી અન્ય ફ્લાઇટમાં મોકલવામાં આવશે. નોંધનીય છે કે, દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાયું છે. જેની અસર હવાઈ સેવા પર પડી છે. ગાઢ ધુમ્મસના લીધે વિઝિબીલીટીમાં પણ ઘટાડો નોંધાયો છે. જેના પગલે દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સોમવારે 128 ફ્લાઇટ રદ કરવામાં આવી હતી.જયારે આઠ ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવામાં આવી હતી. જેમાં ઈન્ડિગો, એર ઈન્ડિયા અને સ્પાઈસજેટ સહિત અનેક એરલાઈન્સે ખરાબ હવામાનને કારણે ચેતવણી પણ જાહેર કરી હતી. મંગળવારે પણ પરિસ્થિતિ યથાવત રહી હતી. એરપોર્ટ ઓથોરીટીએ મુસાફરો માટે એડવાઈઝરી જાહેર કરી હતી કે સતત ગાઢ ધુમ્મસને કારણે ફ્લાઇટ કામગીરી શ્રેણી ત્રણ હેઠળ રહે છે. જેના પરિણામે ફ્લાઇટમાં વિલંબ થઈ શકે છે. મુસાફરોને સંબંધિત એરલાઇનનો સંપર્ક કરો અથવા નવીનતમ ફ્લાઇટ માહિતી માટે વેબસાઇટ તપાસવા વિનંતી કરવામાં આવી હતી. જ્યારે વડોદરા એરપોર્ટ પર બે ફ્લાઈટ રદ થતા મુસાફરોને વૈકલ્પિક ફ્લાઇટની વ્યવસ્થા અથવા સંપૂર્ણ રિફંડ આપવામાં આવશે.

Most Popular

To Top