Gujarat

ગુજરાતમાં છેલ્લા દસ વર્ષમાં ૧૭૬.૭૨ કરોડની ૩૨,૭૩,૧૪૧ જેટલી નકલી ચલણી નોટો પકડાઈ

ભાજપ સરકારના શાસનમાં ગુજરાત નકલી ચલણી નોટોનું ‘એપીસેન્ટર’

છેલ્લા દસ વર્ષમાં ૩૨,૭૩,૧૪૧ જેટલી માતબર નકલી ચલણી નોટો જેની કિંમત ૧૭૬ કરોડ જેટલી સબ સલામતની પોલ ખોલી રહ્યું છે. છેલ્લા દાયકા દરમિયાન ગુજરાતમાં અંદાજે ૩૩ લાખથી વધુ નકલી નોટો જપ્ત કરવામાં આવી છે, જેનું કુલ મૂલ્ય ૧૭૬.૪૨ કરોડથી વધુ થાય છે. વર્ષ ૨૦૨૨ માં દેશભરમાં પકડાયેલી કુલ નકલી નોટોમાં ગુજરાતનો હિસ્સો રાષ્ટ્રીય સ્તરે સૌથી વધુ રહ્યો હતો. તે વર્ષે રેકોર્ડબ્રેક ૩૦ લાખથી વધુ નોટો જેની કિંમત ૧૫૦ કરોડ જપ્ત કરવામાં આવી હતી.

ભાજપ શાસનમાં ગુજરાત નકલી ચલણી નોટોનું એપી સેન્ટર અંગે આકરા પ્રહાર કરતા પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે દેશમાં નોટબંધી વખતે કેન્દ્ર સરકારે જાહેર કર્યું હતું કે, “નકલી નોટોના કારોબાર પર રોક લાગશે”, મોટી રકમ નોટોથી નકલી નોટો – કાલાધન પર રોક લાગશે” તેવી મોટી મોટી જાહેરાત પણ હકીકત સદંતર ઉલટી છે. ગુજરાતમાં ચાલી રહેલા નકલી ચલણી નોટો (FICN)ના નેટવર્કને તોડવામાં ભાજપ સરકારની ઈચ્છા શક્તિનો અભાવ દેખાઈ રહ્યો છે.

આ ‘નકલી નાણાંના ખેલ’ને કારણે રાજ્યની આર્થિક સ્થિરતા જોખમાઈ રહી છે. વર્ષ ૨૦૧૬માં નોટબંધી નકલી નોટો નાબૂદ કરવાનો નિષ્ફળ પ્રયોગ હતો, પરંતુ તેનાથી વિપરીત ઉચ્ચ મૂલ્યની ૫૦૦ અને ૨૦૦૦ની નોટોમાં નકલી કાર્ય વધ્યું છે. વર્ષ ૨૦૨૦-૨૧માં ૨,૦૮,૬૨૫, વર્ષ ૨૦૨૧-૨૨માં ૨,૩૦,૯૭૧, વર્ષ ૨૦૨૨-૨૩માં ૨,૨૫,૭૬૯, વર્ષ ૨૦૨૩-૨૪માં ૨,૨૨,૬૩૯ અને વર્ષ ૨૦૨૪-૨૫માં ૨,૧૭,૩૯૬ નકલી ચલણી નોટો દેશમાં પકડાઈ છે. દેશમાં છેલ્લા પાંચ વર્ષમાં ૧,૧૦૫,૪૦૦ નકલી નોટો પકડાઈ છે. મોદી શાસનનાં ૧૧ વર્ષમાં ૬,૩૬,૯૯૨ કરોડનાં બેંક ગોટાળા થયા એટલે કે ૪૧૬ ટકાનો વધારો થયો છે. નોટબંધી પછી છેલ્લા ૬ વર્ષમાં રૂ.૫૦૦ની નકલી નોટોની સંખ્યામાં ૨૯૧ ટકાનો વધારો થયો છે તેમ છતાં મોદી સરકાર મૌન છે.

વર્ષ પકડાયેલી નકલી નોટો ૩૯,૭૨૫

૨૦૧૭૮૦,૫૧૯
૨૦૧૮૨૮,૮૫૫
૨૦૧૯૪૪,૫૮૦
૨૦૨૦૨૦,૩૬૦
૨૦૨૧૧૮,૧૦૨
૨૦૨૨૩૦,૬૪,૦૦૦
૨૦૨૩૨૦,૦૦૦
૨૦૨૪૧૨,૦૦૦
૨૦૨૫૯,૦૦૦
કુલ૩૨,૭૩,૧૪૧

Most Popular

To Top