Gujarat

સેકસ શોર્ટેડ સીમેન બીજદાન પદ્ધતિથી પશુઓની દૂધ ઉત્પાદક ક્ષમતા વધે છે

ગાંધીનગર: ગ્રામ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત ખેડા જિલ્લાના દેથલી ગામની મુલાકાતે આવેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે દેથલી દૂધ ઉત્પાદક મંડળીની મુલાકાત લઈ દૂધ ઉત્પાદકો અને પશુપાલકો સાથે મહત્વપૂર્ણ સંવાદ કર્યો હતો.

આચાર્ય દેવવ્રતે દૂધ ઉત્પાદક મહિલાઓ સાથે વાત કરી પશુપાલનના વ્યવસાય પર માર્ગદર્શન આપ્યું હતું. રાજ્યપાલે ખાસ કરીને સેકસ શોર્ટેડ સીમેન, બીજદાન પદ્ધતિથી તૈયાર કરવામાં આવેલ પશુઓનો દૂધ ઉત્પાદન વ્યવસાયમાં ઉપયોગ કરવાના લાભ જણાવ્યા હતા. સેકસ શોર્ટેડ સીમેન બીજદાન પદ્ધતિથી પશુઓની દૂધ ઉત્પાદક ક્ષમતા વધે છે, જેનાથી દૂધ ઉત્પાદકોની આવકમાં વધારો થાય છે. સૌ પશુપાલકોને પશુઓ માટે સેક્સ સોર્ટેડ સિમેનનો લાભ લેવા રાજ્યપાલે જણાવ્યું હતું.

ગામના દૂધ ઉત્પાદકો પ્રતિદિન દૂધ મંડળીઓમાં રાખેલ આશીર્વાદ પાત્રમાં સ્વ ઈચ્છાએ દૂધનું દાન કરે છે, જેનો ઉપયોગ આંગણવાડીના કુપોષિત બાળકો કરે છે. દેથલી ગામે “ગામનો નિર્ધાર, સહકારથી સાકાર” અભિયાનની કામગીરીથી રાજ્યપાલ ખૂબ જ પ્રભાવિત થયા હતા અને રાજ્ય સ્તરે આ અભિયાનનું અમલીકરણ કરાવવા નોંધ લીધી હતી.

Most Popular

To Top