Kalol

ગુજરાત મિત્ર ઈમ્પેક્ટ! કાલોલ શહેરમાંથી હટાવેલા બંપ તંત્ર દ્વારા પુનઃ મૂકાયા

કાલોલ | તા. 27/12/2025

વીઆઈપી મહેમાનો માટે છાસવારે હાઈવે પરથી બંપ હટાવતું તંત્ર હવે બોધપાઠ લેશે?

તાજેતરમાં ગુજરાતના રાજ્યપાલની ગોધરા તથા હાલોલ ખાતેની મુલાકાત પૂર્વે વહીવટી તંત્ર દ્વારા એક તઘલખી નિર્ણય લેવામાં આવ્યો હતો. સામાન્ય જનતાની લાગણીઓ અને માંગણીઓને અવગણીને રાતોરાત હાઈવે ઉપરના બંપ હટાવી દેવામાં આવ્યા હતા. આ પહેલાં મુખ્યમંત્રીની મુલાકાત દરમિયાન પણ આવી જ પ્રક્રિયા અપનાવવામાં આવી હતી.
બંપ હટાવી દેવાતા ત્રણ રસ્તા તથા ચોકડી નજીક આવેલા રહેણાંક વિસ્તારોના રહીશો માટે અકસ્માતોની શક્યતાઓ વધી ગઈ હતી. બંપના અભાવે વાહનો બેફામ ઝડપે દોડતા હોવાથી સ્થાનિક નાગરિકો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા હતા.
આ મુદ્દે અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ ચોથા દિવસે તંત્ર હરકતમાં આવ્યું અને અગાઉ ઉખાડી નાખેલા બંપને ફરીથી પુનઃ સ્થાપિત કરવામાં આવ્યા છે. એક જ અઠવાડિયામાં બંપ હટાવી અને ફરીથી બેસાડવામાં આવતા વાહનચાલકો સહિત સામાન્ય જનતા અનેક સવાલો ઉઠાવી રહી છે.
પ્રજાજનોમાં ચર્ચા છે કે બંપ હટાવવાનો નિર્ણય આખરે કોના આદેશથી લેવામાં આવ્યો? આવા ખોટા ખર્ચા અને સરકારી મશીનરીના દુરુપયોગ માટે જવાબદારી કોની બને? — આવા સવાલો હવે તંત્ર સામે ઊભા થયા છે.

Most Popular

To Top