Shinor

શિનોરથી ફાગવેલ જવા વીર ભાથીજી મંડળનો ભવ્ય પગપાળા સંઘ રવાના

ડી.જે.ના તાલે ટીંબા ફળિયાથી નીકળેલા સંઘમાં મોટી સંખ્યામાં ભક્તોની હાજરી

શિનોર ():
શિનોર નગરના ટીંબા ફળિયા વિસ્તારમાં આવેલા વીર ભાથીજી મંડળ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ શિનોરથી ફાગવેલ માટે ભવ્ય પગપાળા સંઘનું આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારથી જ ભક્તોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

ટીંબા ફળિયા વિસ્તારમાંથી ડી.જે.ના તાલે ભક્તિમય માહોલ સાથે પગપાળા સંઘ નીકળ્યો અને શિનોર બસ સ્ટેન્ડ સુધી પહોંચ્યો. રસ્તાભર “જય ભાથીજી”ના નારા, ભજન-કીર્તન અને ઉત્સાહભર્યા વાતાવરણ વચ્ચે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સંઘમાં જોડાયા હતા.

આ પગપાળા સંઘ શિનોરથી પ્રસ્થાન કરીને પાવાગઢ અને ફાગવેલ પહોંચશે, ત્યારબાદ ડાકોરની યાત્રા પૂર્ણ કરી ફરી શિનોર પરત ફરશે. ભક્તોએ આ યાત્રાને શ્રદ્ધા, સંયમ અને ભક્તિભાવ સાથે પૂર્ણ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. સમગ્ર આયોજન શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે સંપન્ન થતું જોવા મળ્યું હતું.

રિપોર્ટર: અમિત સોની

Most Popular

To Top