ભારતીય રેલ્વે દ્વારા નવા વર્ષની રજાઓ દરમિયાન વધતા પ્રવાસી ધસારાને સંભાળવા માટે અને મુસાફરોની વધતી માંગને ધ્યાનમાં રાખીને ઉત્તર રેલ્વે દ્વારા દિલ્હી અને વારાણસી વચ્ચે વધારાની સ્પેશિયલ ટ્રેન સેવા શરૂ કરવાની જાહેરાત કરી છે. આ ખાસ ટ્રેન કુલ છ ટ્રિપ ચલાવશે.
રેલ્વે અધિકારીઓ અનુસાર આ ટ્રેનમાં મુસાફરો માટે ફર્સ્ટ એસી, એસી ટુ ટાયર, એસી થ્રી ટાયર, સ્લીપર અને જનરલ ક્લાસ જેવી સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. આ સેવા ખાસ કરીને તે મુસાફરો માટે લાભદાયી સાબિત થશે. જેઓ તહેવાર અને રજાના સમયમાં મુસાફરી કરે છે.
ટ્રેન નંબર અને તારીખો
દિલ્હીથી વારાણસી જતી ખાસ ટ્રેન નંબર 04024 27 ડિસેમ્બર, 29 ડિસેમ્બર અને 31 ડિસેમ્બર, 2025ના રોજ દોડશે.
જ્યારે વારાણસીથી દિલ્હી પરત ફરતી ટ્રેન નંબર 04023 28 ડિસેમ્બર, 30 ડિસેમ્બર અને 1 જાન્યુઆરી, 2026ના રોજ દોડશે.
ટ્રેનનું સમયપત્રક
ટ્રેન નંબર 04024 દિલ્હી જંકશનથી સાંજે 7:25 વાગ્યે રવાના થશે અને બીજા દિવસે સવારે 9:40 વાગ્યે વારાણસી જંકશન પહોંચશે. આ દરમિયાન ટ્રેન ગાઝિયાબાદ, મુરાદાબાદ, લખનૌ, રાયબરેલી અને મા બેલ્હા દેવી ધામ પ્રતાપગઢ સ્ટેશનો પર રોકાશે.
તે જ રીતે, ટ્રેન નંબર 04023 વારાણસીથી સાંજે 6:35 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 8:50 વાગ્યે દિલ્હી જંકશન પહોંચશે. આ ટ્રેન પણ ઉપર જણાવેલા સ્ટેશનો પર રોકાશે.
મુસાફરો માટે સલાહ
રેલ્વેએ મુસાફરોને સમયસર ટિકિટ બુક કરાવવા અને મુસાફરી પહેલા રેલવેની અધિકૃત વેબસાઇટ, NTES એપ અથવા રેલ હેલ્પલાઇન નંબર 139 પર માહિતી તપાસવાની સલાહ આપી છે. રેલ્વેનું કહેવું છે કે આ ખાસ સેવા મુસાફરોને રાહત આપશે અને પીક સીઝનમાં મુસાફરી વધુ સુગમ બનાવશે.