દેશભરમાં ઈન્ડિગોની કટોકટી સર્જાયા બાદ એરલાઇન્સ દ્વારા શુક્રવારે નવી જાહેરાત કરવામાં આવી છે. વડોદરા થી નવી મુંબઈ માટે નવી ફ્લાઈટ શરૂ કરાશે. આ ફ્લાઈટ આગામી 30 ડિસેમ્બર થી શરૂ થવાની છે અને અઠવાડિયામાં પાંચ દિવસ કાર્યરત રહેશે.
દેશભરમાં ઈન્ડિગો એરલાઇન્સમાં પાયલોટ અને ક્રૂમેમ્બર્સની કટોકટી સર્જાયા બાદ સંખ્યાબંધ ફ્લાઇટ કેન્સલ થઈ હતી, તો કેટલીક મોડી પડી હતી. જેના કારણે મુસાફરો રોષે ભરાયા હતા. દરરોજ દેશભરના વિવિધ એરપોર્ટ પર મુસાફરો હોબાળો મચાવીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. ત્યારે, એર ઇન્ડિયા દ્વારા પણ મુસાફરો માટે ખાસ રૂટની ફ્લાઇટ શરૂ કરવામાં આવી હતી, તેવામાં હવે ઈન્ડિગો એરલાઇન્સ દ્વારા શુક્રવારે વડોદરાથી નવી મુંબઈ માટે નવી ફ્લાઇટ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં પ્રસ્થાન નવી મુંબઈ 15:00, આગમન વડોદરા 16:05, પ્રસ્થાન વડોદરા 16:40 આગમન નવી મુંબઈ – 17:45 કલાકે થશે. આ નવી ફ્લાઇટ 30 ડિસેમ્બરથી શરૂ થવાની છે અને અઠવાડિયામાં સોમવાર અને ગુરુવાર સિવાય કાર્યરત રહેશે.