Vadodara

વડોદરામાં એસએમસીને મોટી સફળતા , ડભોઇ રોડ પરથી દારૂ સહિત રૂ. ૧૫.૫૧ લાખના મુદ્દામાલ સાથે બે ઝડપાયા

બુટલેગર–સપ્લાયર સહિત આઠ આરોપી વોન્ટેડ, વાડી પોલીસ ઊંઘતી ઝડપાઈ
(વડોદરા | તા. ૨૬)
નવા વર્ષની ઉજવણી પૂર્વે વડોદરામાં દારૂની હેરાફેરી અટકાવવા સક્રિય બનેલી State Monitoring Cell Gujarat (એસએમસી)ને મોટી સફળતા મળી છે. એસએમસીની ટીમે ડભોઇ રોડ પર આવેલી જય નારાયણ નગર સોસાયટી-૨માં ચાલતા દારૂના કટિંગ દરમિયાન દરોડો પાડી દારૂ પહોંચાડવા આવેલા બે ઇસમોને રંગે હાથ ઝડપી લીધા છે. જ્યારે મુખ્ય બુટલેગર અને સપ્લાયર સહિત કુલ આઠ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ ૨૫ ડિસેમ્બરના રોજ એસએમસીને બાતમી મળી હતી કે ડભોઇ રોડ પર આવેલી જય નારાયણ નગર સોસાયટીમાં બુટલેગર અતિશ ઠાકોરના ઘર પાસે વિદેશી દારૂ ઉતારવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે એસએમસીની ટીમે તાત્કાલિક દરોડો પાડી સ્થળ પરથી રૂ. ૧૦.૧૬ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે બાબુ લહેરીયા રાઠવા (રહે. ફેરકુવા, તા. છોટાઉદેપુર) અને અજય ઉર્ફે બાબુ મેવાલાલ યાદવ (રહે. જય નારાયણ નગર, ડભોઇ રોડ)ને ઝડપી લીધા હતા.
કાર્યવાહીમાં દારૂ ભરેલું ટેમ્પો (રૂ. ૫ લાખ), બે મોબાઇલ (રૂ. ૩૦ હજાર) સહિત કુલ રૂ. ૧૫.૫૧ લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. આ કેસમાં બુટલેગર અતિશ વિનોદ ઠાકોર, સપ્લાયર બંસીલાલ ભુરસીંગભાઈ રાઠવા, લાલસિંગ રાઠવા સહિત કુલ આઠ આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે. એસએમસી દ્વારા આરોપીઓ અને મુદ્દામાલ આગળની કાર્યવાહી માટે વાડી પોલીસને સોંપવામાં આવ્યા છે.

Most Popular

To Top