*ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવમાં ઉમટી હજારોની મેદની
વડોદરા :ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ અંતર્ગત
૧૦૦૮ પોથી શ્રીમદ્ ભાગવત કથાના ચોથા દિવસે નંદ મહોત્સવના પ્રસંગે શ્રી વલ્લભ કુલભૂષણ પરમ પૂજ્ય વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ ગોસ્વામી ૧૦૮ શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીએ જણાવ્યું કે નંદ મહોત્સવ આનંદ અને ઉત્સાહનો મહાન ઉત્સવ છે.

કથાપ્રસંગ દરમિયાન શ્રી વ્રજરાજજી મહોદયશ્રીએ જણાવ્યું કે કલિયુગમાં સંગઠન જ સાચી શક્તિ છે. ભલે વિચારો અલગ હોય, પરંતુ સમાજની સુરક્ષા અને સંરક્ષણ માટે સંગઠિત થવું અત્યંત જરૂરી છે.
ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ દ્વારા વૈષ્ણવ સંપ્રદાયના ઇતિહાસમાં એક નવો અધ્યાય રચાયો છે.

આજના દિવસે કથામાં થોડું વિલંબ થયો હોવા છતાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત વૈષ્ણવ જનોએ જે ધીરજ અને શિસ્ત જાળવી રાખી, તેના માટે શ્રી વ્રજરાજજી મહોદયશ્રીએ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો.
આજની કથામાં આ ઉપરાંત દ્વારકા પીઠના શંકરાચાર્યજીના આશીર્વચન પણ પ્રાપ્ત થયા, જે સમગ્ર સભા માટે ગૌરવપૂર્ણ ક્ષણ બની.
સાથે વાકપતિપીઠાડીશ્વર મથુરેશ્વરજી મહારાજશ્રી અને યોગેશ્વરજી મહોદય ઉપસ્થિત રહ્યા હતા.

શ્રી વ્રજરાજજી મહોદયશ્રીએ જણાવ્યું કે યજમાને કથા બેસાડી નથી, પરંતુ કથાએ આપ સૌ યજમાન અને સમગ્ર વૈષ્ણવ સૃષ્ટિને બેસાડી છે.
તેમણે વધુમાં કહ્યું કે સરકાર બદલાય ત્યારે ઘણી વખત અસુરત્વનો પ્રભાવ દેખાવા લાગે છે.
બ્રહ્માજી શ્રી હરિ વિષ્ણુને કહે છે કે આપનું મુખ અગ્નિ સમાન તેજસ્વી છે. તેવી જ રીતે આપણા સૌના અંદર પણ જઠરાગ્નિ રહેલી છે. તેમણે સોરાષ્ટ્રના લોકોની જઠરાગ્નિની રમૂજી રીતે વાત કરતા કહ્યું કે રાત્રે ૧૨ વાગ્યે ગાંઠિયા-ચા અને આખો દિવસ છાશ — બધું સહેલાઈથી હજમ થઈ જાય છે.
તેમણે જણાવ્યું કે સમય આવે ત્યારે કાર્ય પૂર્ણ કરવા માટે ક્યારેક શત્રુ સાથે પણ સંધિ કરવી પડે છે. આજના સમયમાં શક્તિ સંગઠનમાં જ છે.
VYOના કાર્યકર્તાઓએ ૫ કરોડ વૈષ્ણવોને સંગઠિત કરવાનો ઐતિહાસિક કાર્ય કરી બતાવ્યો છે, તે બદલ તેમણે સૌને અભિનંદન પાઠવ્યા.
જીવનમાં સફળ થવા માટે તેમણે એક મહત્વપૂર્ણ સિદ્ધાંત આપ્યો
ન ડંવુ, ન બડવુ, ન લડવુ અને ન અડવુ.
જો આપણે કોઈને ડંવીશું, તો કર્મના સિદ્ધાંત મુજબ આપણા કાર્યમાં પણ કોઈ ન કોઈ અવરોધ ઊભો થશે.
જો કોઈ સારા કાર્યમાં આપણે તન કે ધન આપી શકતા ન હોઈએ, તો મનથી શુભકામનાઓ તો આપી જ શકીએ.
તેમણે કહ્યું કે ભગવાન ત્યાં છે જ્યાં પ્રેમ, ઉદારતા અને પરોપકાર છે.
મનનો ભાવ સામેના વ્યક્તિને અસર કરે છે; જો આપણે કોઈ માટે ખરાબ ભાવ રાખીએ, તો અંતે દુઃખી આપણે જાતે જ થવાનું છે.
જીવનમાં આગળ વધવા માટે તેમણે ગમ ઓછું ખાવું અને કામ વધુ કરવું — આ સિદ્ધાંત અપનાવવાની સલાહ આપી.
આ ભવ્ય આયોજન પાછળ VYOના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓની અવિરત મહેનત છે.
શ્રી અશોકભાઈ ૭૫ વર્ષની વયે પણ દિવસ-રાત અખૂટ પરિશ્રમ કરી રહ્યા છે — આ સમગ્ર આયોજન સંગઠનની શક્તિનું ઉત્તમ ઉદાહરણ છે.
તેમણે જણાવ્યું કે કોઈ પણ કાર્ય નિષ્ઠાભાવથી કરવામાં આવે તો ઈશ્વર તેમાં નિશ્ચિત રીતે સફળતા આપે છે.
શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીએ સમુદ્રમંથનનું અત્યંત સરળ અને સુંદર ભાષામાં વર્ણન કર્યું.
વ્યક્તિગત સેવા દ્વારા પ્રસિદ્ધિ નહીં પરંતુ સંતોષ મળે છે.
દુનિયામાં તમારા શબ્દો નહીં, પરંતુ તમારા કાર્ય બોલે છે.
ચોથા દિવસે બપોરે ૨ વાગ્યાથી રાત્રે ૯ વાગ્યા સુધી વિશાળ સંખ્યામાં વૈષ્ણવ જનોએ ધીરજપૂર્વક અને શિસ્તબદ્ધ રીતે કથાનું શ્રવણ કર્યું, જે સમગ્ર મહોત્સવની શોભા વધારતું રહ્યું.