ભારતીય રેલવેએ ૨૬ ડિસેમ્બર, ૨૦૨૫થી અમલમાં આવે તે રીતે મુસાફરો માટે નવા ભાડા દરોની જાહેરાત કરી છે. રેલવે મંત્રાલયના જણાવ્યા મુજબ, વધતા જતા ઓપરેશનલ ખર્ચ અને મુસાફરોની સુરક્ષા પાછળ થતા ખર્ચને પહોંચી વળવા માટે આ ભાડા વધારો જરૂરી છે. જોકે, આ વધારાને નજીવો વધારો ગણવાયો છે, પરંતુ તેની સામાજિક અને આર્થિક અસરો વ્યાપક હોઈ શકે છે. રેલવે ભાડામાં ૨૦૨૫નાં વર્ષમાં બીજી વખત વધારો થયો છે. આને કારણે રેલવેની આવકમાં ૬૦૦ કરોડનો વધારો થઈ શકે છે.
લોકોના ગજવામાંથી નાના નાના હપ્તામાં પૈસા કઈ રીતે સેરવી લેવા એ હવે સરકાર માટે સહજ વાત બની ગઈ છે. કેન્દ્રીય બજેટ આવવા આડે માત્ર બે મહિનાથી પણ ઓછો સમય રહ્યો છે ત્યારે બજેટની ઐસી-તૈસી કરીને બજેટ આવે તે પહેલા જ રેલવે ભાડામાં વધારો કરી દેનાર કેન્દ્ર સરકાર લોકશાહીના આધારસ્તંભ જેવી સંસદ તરફ કેટલી ગંભીર અને વફાદાર છે તેનો દાખલો પણ જોવા મળે છે. સ્ટેટેસ્ટીક્સ એક એવી વસ્તુ છે કે જે કોઈ પણ બાબતને પોતાની રીતે રજૂ કરવાનું એક ગજબનાક હથિયાર વાપરનારના હાથમાં આપે છે. સ્ટેટેસ્ટીક્સ માટે કદાચ એટલે જ કહેવાયું છે કે, જૂઠાણા ત્રણ પ્રકારના હોય છે. એનો પહેલો પ્રકાર સફેદ જૂઠ તરીકે ઓળખાય છે. બીજો પ્રકાર નર્યું જૂઠ અને એનો ત્રીજો પ્રકાર છે, ‘સ્ટેટેસ્ટીક્સ’ એટલે કે આંકડાશાસ્ત્ર.
બજેટ આવવાનું છે તે પહેલાં સંસદની ઐસી-તૈસી કરી કોઈ પણ ચર્ચા વગર લોકોના ગજવામાંથી ૬૦૦ કરોડ રૂપિયા સેરવી લેનાર કેન્દ્ર સરકાર પોતાની નૈતિકતા અને પાર્લામેન્ટ પ્રત્યેની પ્રતિબદ્ધતાની વાત નથી કરતી પણ એ તો એમ કહે છે કે, ૨૧૫ કિ.મી.ના પ્રવાસ ઉપર કોઈ ભાડા વધારો નહીં થાય. ગુજરાતમાં આંધ્રપ્રદેશ, ઓડિસા, બિહાર, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશથી પેટિયું રળવા જે લોકો આવે છે, તે બધા ૨૧૫ કિ.મી.થી વધારે અંતરેથી આવે છે. આ ગરીબ શ્રમજીવીઓ પર બોજો પડશે એ સ્ટેટેસ્ટીક્સની આડમાં રાચતી સરકારને કેમ નહીં દેખાતું હોય?
સરકાર વળી પાછું સ્ટેટેસ્ટીક્સ લઈ આવે છે અને કહે છે કે, દર કિ.મી. દીઠ માત્ર ૧થી ૨ પૈસાનો વધારો થશે. લોકલ ટ્રેન માસિક સિઝન ટિકિટના દર યથાવત્ રહેશે. લોકલ ટ્રેન કે માસિક સિઝન ટિકિટ દ્વારા પ્રવાસ કરનાર કેટલા ૨૧૫થી વધારે કિ.મી.થી આવે છે? તો આ કેટેગરીને જૂદી પાડી જશ ખાટવાની ક્યાં જરૂર હતી? ૨૬ ડિસેમ્બરથી નવા ભાડા અમલમાં આવશે. ભારતીય રેલવે દ્વારા આને કારણે એક જ વર્ષમાં બે વખત રેલવેમાં મુસાફરી કરનાર વર્ગ ઉપર બોજ ઝીંકવામાં આવ્યો છે.
આ અગાઉ ૧ જુલાઈ, ૨૦૨૫ના રોજ રેલભાડામાં વધારો કરવામાં આવ્યો હતો જે મુજબ મેલ અને એક્ષપ્રેસ ટ્રેનના ભાડામાં પ્રતિ કિ.મી. એક પૈસો અને એરકન્ડિશન્ડ ટ્રેનના ભાડામાં બે પૈસા પ્રતિ કિ.મી.ના દરે ભાવ વધારો ઝીંકવામાં આવ્યો હતો. આ વખતે પણ એક્ષપ્રેસ ટ્રેન તેમજ એરકન્ડિશન્ડ સવલત ઉપર સરકારની ખાસ મહેરબાની ઓછી છે અને ફરી એક વખત એના ઉપર બોજ નાખવામાં આવ્યો છે.
ઉપલબ્ધ વિગતો મુજબ ૨૧૫ કિ.મી.થી વધારે પ્રવાસ કરવા માટે દર કિ.મી. દીઠ એક પૈસો વધારે ભાડું આપવું પડશે પણ જો તમે મેલ, એક્ષપ્રેસ કે એસી કોચમાં પ્રવાસ કરો તો આ ભાવ વધારો દર કિ.મી. દીઠ બે પૈસાનો રહેશે. જનસાધારણ એક્ષપ્રેસ નોન-એસી કોચમાં પ્રવાસ કરવા માટે ૧૦૦૦ કિ.મી.ના અંતર દીઠ દસ રૂપિયા એટલે કે પ્રતિ કિ.મી. એક પૈસાનો ભાવ વધારો જ્યારે સંપૂર્ણ ક્રાંતિ એક્ષપ્રેસ, વંદેભારત, રાજધાની જેવી ટ્રેનોમાં સફર કરનારે હજાર કિમી દીઠ ૨૦ રૂપિયા વધારો ચૂકવવા પડશે. આમ, કોઈ પણ વધારાના ખર્ચને અથવા કરવેરાને મંજૂર કરવાનો જે સંસદનો અધિકાર છે, તે સંસદના એ અધિકાર પર તરાપ મારી સિફતાઈપૂર્વક રેલવે દ્વારા ૬૦૦ કરોડ રૂપિયાનો વધારાનો બોજ રેલવે મુસાફરો ઉપર ઝીંકી દેવામાં આવ્યો છે.
મધ્યમ વર્ગ જે હંમેશા બે છેડા ભેગા કરવા મથતો રહે છે, તેમના માટે લાંબા અંતરની મુસાફરીમાં આ વધારો ચિંતાનો વિષય બની શકે છે. જો કોઈ મુસાફર નોન-એસી કોચમાં મુસાફરી કરે છે, તો તેણે ૧૦ રૂપિયા વધારાના ચૂકવવા પડશે. દેખીતી રીતે આ રકમ નાની લાગે છે, પરંતુ મધ્યમ વર્ગના કુટુંબ માટે, જ્યાં આખું ફેમિલી મુસાફરી કરતું હોય, ત્યાં આ બોજો વધી જાય છે. ભારતમાં લાખો શ્રમિકો કામ અર્થે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં લાંબા અંતરની મુસાફરી કરે છે. શ્રમિકો માટે પાંચ કે દસ રૂપિયાનો વધારો પણ નોંધપાત્ર હોય છે, કારણ કે તેઓ વર્ષમાં ઘણી વખત પોતાના વતને જતા હોય છે. જોકે, ટૂંકા અંતરના ભાડામાં ફેરફાર ન હોવાથી સ્થાનિક કામદારોને રાહત મળી છે, પરંતુ ‘લોંગ ડિસ્ટન્સ’ ટ્રેનોમાં જનારા મજૂરો પર તેની આર્થિક અસર વર્તાશે.
આ ભાડા વધારાથી રેલવેને વાર્ષિક અંદાજે રૂ. ૬૦૦ કરોડની વધારાની આવક થવાની ધારણા છે. આ ભંડોળનો ઉપયોગ નવી ટેકનોલોજી અને સુરક્ષા સાધનો પાછળ કરવામાં આવશે. વધતા જતા મેનપાવર કોસ્ટ એટલે કે રેલવે કર્મચારીઓ પાછળ થતો ખર્ચ (લગભગ રૂ. ૧.૧૫ લાખ કરોડ) અને પેન્શનના બોજને કારણે રેલવેની આર્થિક સ્થિતિ પર દબાણ છે. આ વધારો રેલવેને આત્મનિર્ભર બનાવવાની દિશામાં એક પગલું છે એવું રેલવેનું કહેવું છે. રેલવેએ સામાન્ય માનવી અને ગરીબ વર્ગને ધ્યાનમાં રાખીને ટૂંકા અંતરના ભાડા યથાવત રાખ્યા છે, જે પ્રશંસનીય છે. પરંતુ લાંબા અંતરના મુસાફરો માટે આ વધારો મોંઘવારીના જમાનામાં વધારાનો બોજ છે. સરકાર માટે પડકાર એ રહેશે કે વધેલા ભાડાની સામે મુસાફરોને સુવિધા, સ્વચ્છતા અને સમયપાલનમાં નોંધપાત્ર સુધારો જોવા મળે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.