ગરબાડા:;દાહોદ–અલીરાજપુર હાઇવે ઉપર અવારનવાર અકસ્માતોની ઘટનાઓ સામે આવી રહી છે. તે વચ્ચે ગરબાડા તાલુકાના દેવધા ગામે દાહોદ–અલીરાજપુર હાઇવે પર દાહોદ તરફથી ગરબાડા તરફ જઈ રહેલો એક છકડો રોડની સાઈડમાં પલટી મારી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.

અકસ્માત સમયે છકડામાં ચાર ઇસમો સવાર હતા, જેમાંથી બે વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન એક વ્યક્તિનું મોત નિપજ્યું હોવાનું જાહેર કરાયું હતું, જ્યારે અન્ય એક ઇજાગ્રસ્ત હાલ સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.

અકસ્માતની જાણ થતાં જ ગરબાડા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને અકસ્માત સંદર્ભે તપાસ શરૂ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.