Comments

અસીમ મુનિરને બે બાજુનું દુ:ખ

નવા નવા હોદ્દાઓ અને ઇલકાબોથી ટૂંકા ગાળામાં અવારનવાર વિભૂષિત થઇ રહેલા પાકિસ્તાનના મૌલવી સેના પ્રમુખ અસીમ મુનીર અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના મોસ્ટ ડેકોરેટેડ શ્વાન બની ગયા છે. છેલ્લા છ મહિનામાં ત્રણ ત્રણ વખત અમેરિકા જઇ આવ્યા છે. બૈરાઓ અને છોકરાઓને પણ અમેરિકામાં સ્થાયીપણે ગોઠવી દીધાં છે. હમણાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ગાઝામાં શાંતિરક્ષક દળ તરીકે મુસ્લિમ દેશોની સેનાઓને તહેનાત કરવા માટેની તજવીજ કરી રહ્યા છે.

તે યોજના મુજબ ગાઝામાં પાકિસ્તાનની સેના પણ ગોઠવવામાં આવે એવો ટ્રમ્પનો મજબૂત આગ્રહ છે. હવે ઇજરાયલ વતી શાંતિ જાળવવા માટે મુસ્લિમ પાકિસ્તાની સેના મુસ્લિમ ગાઝાના ફિલિસ્તાનીઓ પર ગોળીઓ ચલાવે, જોર જુલમ કરે અને યહૂદીઓને સલામતી પૂરી પાડે તે પાકિસ્તાનનાં મુસ્લિમોથી કેવી રીતે સહન થાય? યહૂદીઓ પ્રત્યે પાકિસ્તાનીઓને કેટલી નફરત છે તે દુનિયાએ હમણાં સિડનીમાં જોયું.

મુનીર પોતાની સેના ગાઝામાં મોકલે તો ઘર આંગણે પ્રચંડ વિરોધ થઇ શકે છે. જો કે આટઆટલાં વરસોમાં અનેક જુલમગારો પાકિસ્તાનની સત્તા પર જાતે આવીને બેસી ગયા. એક પણ દાખલો નથી કે પ્રજાએ સબળ વિરોધ નોંધાવ્યો હોય. તાનાશાહો જે અને જેટલાં વરસ સહન કરાવતાં ગયાં તે અને તેટલાં વરસ પ્રજાએ સહન કર્યું. મુનીર આમ તો પાકા બેશરમ છે. સફાચટ હારી ગયા છતાં પોતાને ફિલ્ડ માર્શલ જાહેર કર્યા. મુનીરને પ્રજાના બળવાની પડી નથી, કારણ કે પ્રજાએ કયારેય કરવાની નથી. શરમની પણ પડી નથી. પરંતુ અનેક મોરચે ઘેરાયેલા મુનીરને સૌથી વધુ સત્તાની પડી છે.

રખેને અન્ય ફૌજી અધિકારીઓ બળવો કરે અને સત્તા ગુમાવવી પડે તો. મુનીરના હાથ નીચે અધિકારીઓમાં અસંતોષ ભારેલા અગ્નિની માફક પડયો રાજકીય નેતાગીરી (મિરિયમ, નવાઝ, શાહબાઝ ભલે મુનીરના બટલરની માફક મુનીરની સેવામાં તહેનાત રહેતી હોય પણ આ ચાકરી તેઓ મજબૂરીથી કરે છે. કુલ સત્તામાં પાંચ-દસ ટકાનો હિસ્સો ટકાવી રાખવા માટે એક જ માર્ગ છે. માટે પાકિસ્તાનના લશ્કરની ત્રણેય પાંખના વડા, ચીફ ઓફ ધ ડિફેન્સ ફોર્સિસ, તરીકે બહાર લાવવાની વિધિમાં દિવસનું મોડું કરી નાખ્યું હતું. બહાર રાખે કે ન રાખે આખરે મુનીર એ જગ્યા પચાવી પાડવાના જ હતા તો પછી બેસીને દંડવત કરવામાં શો વાંધો છે? ઊભા ઊભા ભૂસકો થોડો મરાય છે?

આગળ લખ્યું એમ મુનીર માટે પણ દિવસો સારા નથી. ગાઝાના મુદ્દે નામદાર ટ્રમ્પને નમન કરવા ફરી વાર અમેરિકા જવાની તૈયારી કરી રહ્યા છે એ સમાચાર વિશ્વસનીય સમાચાર સંસ્થા રોઇટર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. ગાઝામાં ઇન્ટરનેશનલ શાંતિ સેનામાં પાકિસ્તાન મુસ્લિમ દેશ હોવાથી યોગદાન આપવાનું રહે છે. ગઇ દસ ઓકટોબરના રોજ શ્રીમાન ટ્રમ્પ દ્વારા સમજૂતી કરાવવામાં આવી ત્યારબાદ ગાઝામાં લાંબો સમય શાંતિ જળવાઈ રહે, શાંતિ યોજનાને હવે પછીના બીજા તબક્કામાં લઇ જઇ શકાય તે માટે મુસ્લિમ દેશોની ફોજો ત્યાં ગોઠવવામાં આવશે. જો કે પ્રથમ તબક્કો જ બટકણો પુરવાર થયો છે. ઇઝરાયલે સમજૂતી દેશોની ફોજો ત્યાં ગોઠવવામાં આવશે. ઇઝરાયલે સમજૂતી બાદ પણ હમાસના મુખ્ય વડાની અને બીજાઓની કતલ કરી નાખી છે. જગતને બતાવવા માટે ટ્રમ્પે ઇઝરાયેલી વડા પ્રધાન બેન્ઝામીન નેતાન્યાહૂને ઠપકો આપ્યો. શાંતિ કેટલા દિવસ ચાલશે તે નક્કી નથી.

પાકિસ્તાનમાં પ્રજા પૂર્ણપણે હમાસ અને ફિલિસ્તાનીઓની તરફેણ કરે છે. તેઓના પર જ પાકિસ્તાનની સેના ગોઠવાય તો પ્રજાનો આક્રોશ વધે. પ્રજા બળવો કરે. કદાચ પ્રથમ વખત. અત્યાર સુધી નથી કર્યો તેથી કરશે નહીં તેમ માની ન શકાય. બળવો ન કરે તો પણ તેઓની નારાજગી લશ્કરના અન્ય અધિકારીઓને મુનીર સામે બળવો પોકારવાની ચાનક ચડાવે. હવે જો મુનીર ટ્રમ્પનું નહીં માને તો મુનીર અને પાકિસ્તાન બન્નેનું આવી બને.

ટ્રમ્પના પડખામાં ઘૂસીને મુનીરે ચીનને ગુસ્સે કર્યું જ છે. હવે જો ટ્રમ્પ પાલવ ખેસવી લે તો મુનીર મંડળી અનાથ બની જાય. બીજે કયાંય જવાની જગ્યા નથી રહી. ટ્રમ્પને ખુશ રાખવા ક્રિપ્ટોકરન્સીની લોભામણી તાસકની મુનીર ટ્રમ્પને નૈવેદ્ય ચડાવતા રહે છે. પરંતુ ક્રીપ્ટોકરન્સીથી કોઇ દેશનું અર્થતંત્ર સુધરતું હોય તો ટ્રમ્પે વેનેઝુએલા પર આક્રમણ કરવા ન જવું પડે. ઘર આંગણે બીટકોઇનની વ્યવસ્થા પચાવી પાડે. માટે ક્રિપ્ટોકરન્સી વડે પાકિસ્તાનનું ભવિષ્ય સુધરી જશે એવા ભ્રમમાં મુનીર ભલે રાખે. પણ ખુદ એવા ભ્રમમાં સમજદાર હશે તો નહીં હોય.

ગઇ 11 ડિસેમ્બરના ફિલ્ડ જનરલ કોર્ટ માર્શલ દ્વારા ઇન્ટરસર્વિસિઝ પબ્લિક ઇન્ટેલિજન્સના મુખિયા ફૈઝ હમીદને ચાર આરોપસર કસૂરવાર ઠરાવી, ચૌદ વરસની કેદ ફરમાવવામાં આવી. એક વિરોધીને મુનીરે આ રીતે બાજુએ રાખી દીધો. ધીરે ધીરે સત્તા પરની પકડ પણ મજબૂત કરી અને કેદમાં પૂરેલા ઇમરાન ખાનને પણ વિરોધ નહીં કરવાનો સંકેત આપી દેવાયો છે. ઇમરાન પાકિસ્તાનમાં મરિયમ કે મુનીર કરતાં ખૂબ વધુ લોકપ્રિય છે. કેટલા લોકપ્રિય છે તેનું માળ મુનીરે ઇમરાન વિશેની વાતોને રહસ્યમય રાખીને જાણી લીધું. જો ઇમરાન ખાન ખાસ લોકપ્રિય ના હોત તો એમને પણ સુપુર્દ એ ખાક કરી દીધા હોત. ફૈઝ હમીદને સજા કરીને મુનીરે એ સંદેશો પણ આપ્યો કે સેનાના ઉચ્ચ અધિકારીઓ સામે પણ નરમ વલણ અપનાવશે નહીં. હવે એ શકયતા રહે છે કે ઇમરાન ખાન સામે ખટલો ચલાવવામાં આવે અને તેમાં તાજના સાક્ષી તરીકે જુબાની આપવાની ફૈઝ હમીદને ફરજ પાડવામાં આવે.

કારણ કે ફૈઝ અહમદની નિમણૂક ઇમરાન ખાને વડા પ્રધાન હતા ત્યારે કરી હતી. હાલમાં ઇમરાન ખાનને સોલિટરી કન્ફાઈનમેન્ટ અર્થાત્ કોઇને મળી કે જોઇ ન શકે એવી કોટડીમાં રાખ્યા છે. એમની પૂર્વ પત્ની જેમિમા ખાને એમ્સ પર એક ટ્વીટ મૂકીને ઇલોન મસ્કને ફરિયાદ કરી છે કે પુત્રોને પણ પિતા ઇમરાન ખાન લડત છોડવા માગતા નથી. પાકિસ્તાને તહરીકે ઇન્સાફ (પીટીઆઈ) પક્ષની એક 23 સભ્યોની એક સંયોજન સમિતિની રચના કરવામાં આવી છે. સેનાના અધિકારીઓ સાથે વાટાઘાટો વગેરેનું કામ આ સમિતિ કરે છે. સમિતિનાં હોદ્દેદારોને પોતપોતાના પ્રદેશમાં શાંતિ બહાર કરવાનું કામ મુનીરની સેના દ્વારા સોંપવામાં આવ્યું છે.

ગઇ દસ ડિસેમ્બરના રોજ ઇસ્લામાબાદ ખાતે નેશનલ ઉલેમા કોન્ફરન્સને અસીમ મુનીરે સંબોધી હતી જેમાં એમણે પાકિસ્તાનમાં એકતા સ્થાપવા માટે મદરેસાઓમાં જરૂરી શિક્ષણ આપવાની ધાર્મિક નેતાઓને અપીલ કરી હતી. મુનીર પોતે મદરેસામાં ભણેલા છે. ખૈબર પખતુનવા અને બલોચિસ્તાનમાં ત્રાસવાદની ઘટનાઓ ઘટી રહી છે તે બાબતમાં એમણે કહ્યું કે ઇસ્લામિક દેશમાં જિહાદ જગાડવાનો અધિકાર દેશની સત્તાને છે. અર્થાત્ મુનીર હવે પાકિસ્તાનમાં પાકિસ્તાનીઓ સામે કોઇ પણ કાર્યવાહી કરશે તે જેહાદ ગણાશે. એ કોન્ફરન્સમાં મદરેસા અને જેહાદ ગણાશે. એ કોન્ફરન્સમાં મદરેસા અને જેહાદ બાબતે ઘણા સભ્યોએ વિરોધનો સૂર ઊઠાવ્યો હતો. પરંતુ તે સાંભળ્યો, ન સાંભળ્યો કરીને મુનીર ત્યાંથી રવાના થઇ ગયા હતા.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top