ગાંધીનગર : નવી દિલ્હી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ મુલાકાત કરી હતી.
ગુજરાતમાં નવા મંત્રીમંડળની રચના બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની આ મુલાકાતમાં રાજ્યના સર્વાંગીણ વિકાસ તેમજ જનસુખાકારી માટે ‘ટીમ ગુજરાત’ની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
તાજેતરમાં આયોજિત રાજ્ય સરકારની ચિંતન શિબિરમાં થયેલી ‘વિકસિત ગુજરાત’ના નિર્માણના ચિંતન તેમજ આગામી વિકાસલક્ષી આયોજન અંગે તેઓ સાથે ચર્ચા કરી હતી, તેમજ ગુજરાત ભાજપના નવા સંગઠનના માળખાની રચના અંગે પણ વિસતૃત ચર્ચા કરાઈ હોવાનું મનાય છે.