Vadodara

વડોદરા વકીલ મંડળની ચૂંટણીમાં હસમુખ ભટ્ટનો ભવ્ય વિજય

વડોદરા | તારીખ : 20 ડિસેમ્બર
વડોદરા વકીલ મંડળની ચૂંટણીમાં પ્રમુખ પદ પર એડવોકેટ હસમુખ ભટ્ટે ભવ્ય વિજય મેળવી લીધો છે. કુલ 4515 મતદારોમાંથી 3337 મતદારોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું.
355 મતની બહુમતીથી જીત
મતગણતરીના અંતે જાહેર થયેલા પરિણામ મુજબ હસમુખ ભટ્ટને 1801 મત મળ્યા હતા, જ્યારે તેમના પ્રતિસ્પર્ધી નલિન પટેલને 1446 મત પ્રાપ્ત થયા હતા. આ રીતે હસમુખ ભટ્ટે 355 મતની સ્પષ્ટ બહુમતી સાથે પ્રમુખ પદ જીતી લીધું હતું.
37 પદ માટે યોજાઈ ચૂંટણી
19 ડિસેમ્બરના રોજ વડોદરા બાર એસોસિએશનની પ્રમુખ, ઉપપ્રમુખ, જનરલ સેક્રેટરી, જોઇન્ટ સેક્રેટરી, ખજાનચી તથા મેનેજિંગ ડિરેક્ટર સહિત કુલ 37 પદ માટે ચૂંટણી યોજાઈ હતી. વહેલી સવારથી જ મતદારો મતદાન માટે ઉમટી પડ્યા હતા અને સાંજના 5 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ હતી.
મતગણતરી દરમિયાન શરૂઆતથી જ હસમુખ ભટ્ટ દરેક રાઉન્ડમાં નલિન પટેલ સામે આગળ રહ્યા હતા અને અંતે વિજય નિશ્ચિત થયો હતો.
અન્ય પદોના પરિણામ
ઉપપ્રમુખ : નેહલ સુતરીયા
જનરલ સેક્રેટરી : રિતેશ ઠક્કર
ખજાનચી : નિમિષા ધોત્રે
જોઇન્ટ સેક્રેટરી : મયંક પંડ્યા
ઉપરોક્ત તમામ ઉમેદવારોએ પોતાના પદ પર શાનદાર વિજય હાંસલ કર્યો હતો.

Most Popular

To Top