ગાંધીનગર : પૂર્વીય પવનની અસર હેઠળ ગુજરાત શીત લહેરની અસર જોવા મળી રહી છે. કચ્છ હાલ શીત લહેરની ચપેટ આવી ગયુ છે. શિયાળાના આરંભથી કચ્છના નલિયા ઠંડીની અસર જોવા મળી રહી છે. આજે મંગળવારે કચ્છના નલિયામાં 11.2 ડિ.સે. તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના કહેવા મુજબ રાજય ખાસ કરીને આગામી 24 કલાક સુધી ઠંડી વધશે. નલિયા ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગર પણ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. 24 કલાક પછી તાપમાન 2થી3 ડિગ્રીનો વધારો થશે.
રાજય આજે મંગળવારે ઠંડીનો ચમકારો વધ્યો છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર અને કચ્છ સામાન્ય કરતાં સાવ નીચું તાપમાન નોંધાવવા પામ્યુ છે. કચ્છ ઠંડી વધતા જનજીવનને અસર થવા પામી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના કહેવા મુજબ રાજય આગામી 24 કલાક દરમ્યાન 2થી 3 ડિગ્રી જેટલી ઠંડી વધશે
રાજ્યના વિવિધ શહેરનું તાપમાન:
| શહેર | તાપમાન |
|---|---|
| નલિયા | 11.2 ડિ.સે. |
| વડોદરા | 12 ડિ.સે. |
| અમરેલી | 13 ડિ.સે. |
| કંડલાએરપોર્ટ | 13 ડિ.સે. |
| ડીસા | 14 ડિ.સે. |
| ભૂજ | 14 ડિ.સે. |
| અમદાવાદ | 15 ડિ.સે. |
| ગાંધીનગર | 15 ડિ.સે. |
| વિદ્યાનગર | 15 ડિ.સે. |
| રાજકોટ | 15 ડિ.સે. |
| મહુવા | 16 ડિ.સે. |
| દમણ | 17 ડિ.સે. |
| કંડલાપોર્ટ | 17 ડિ.સે. |
| સુરેન્દ્રનગર | 17 ડિ.સે. |
| ભાવનગર | 18 ડિ.સે. |
| સુરત | 19 ડિ.સે. |