Vadodara

ઓપરેશનલ કારણોસર દિલ્હી ફ્લાઈટ રદ, મુસાફરો અટવાયા

ઈન્ડિગોની દિલ્હી–વડોદરા–દિલ્લી ફ્લાઈટ સતત બીજા દિવસે પણ કેન્સલ

( પ્રતિનિધિ ) વડોદરા, તા. 14
વડોદરા એરપોર્ટ પરથી ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સિલસિલો યથાવત રહ્યો છે. મુંબઈ બાદ હવે દિલ્હીની ફ્લાઈટો પણ વારંવાર રદ થતી જોવા મળી રહી છે. શનિવાર બાદ રવિવારે પણ ઈન્ડિગોની દિલ્હી–વડોદરા–દિલ્લી ફ્લાઈટ નંબર 6E-6624/6625 ઓપરેશનલ કારણોસર રદ કરવામાં આવતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા.

પાંચ દિવસમાં વારંવાર રદ થતા મુસાફરો રિફંડ અને વિકલ્પી ફ્લાઈટ તરફ વળ્યા

છેલ્લા પાંચ દિવસથી વડોદરા એરપોર્ટ પર દિલ્હી જતી ફ્લાઈટો રદ થતી હોવાથી અનેક મુસાફરોને અન્ય એરલાઈન્સ પસંદ કરવાની ફરજ પડી છે, જ્યારે કેટલાક મુસાફરોએ ટિકિટ રિફંડની પ્રક્રિયા પણ શરૂ કરી છે. 11 દિવસ સુધી ફ્લાઈટ રદ થવાની સ્થિતિને ધ્યાનમાં રાખી એર ઇન્ડિયા દ્વારા થોડા દિવસો માટે એક્સ્ટ્રા ફ્લાઈટ પણ મુકવામાં આવી હતી. તેમ છતાં ઈન્ડિગોની ફ્લાઈટમાં સર્જાયેલી કટોકટીનો સિલસિલો હજુ યથાવત રહ્યો છે.

ફ્લાઈટ રદ થતાં મુસાફરો પરેશાન, રેલવે દ્વારા વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી

વારંવાર ફ્લાઈટ રદ થવાના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મુસાફરોની સુવિધા માટે રેલવે વિભાગ દ્વારા મુંબઈ–દિલ્લી રૂટ પર વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે, જેથી હવાઈ મુસાફરી ન થઈ શકનારા મુસાફરોને રાહત મળી શકે.

Most Popular

To Top