અમદાવાદ: GLS યુનિવર્સિટીએ ઓસ્ટ્રેલિયાની SAE ઇન્સ્ટિટ્યૂટ સાથે મળીને ગ્લોબલ બી. ડિઝાઇન (ઓનર્સ) કોર્સ શરૂ કર્યો છે. આ ઈનોવેટીવ ચાર વર્ષનો અંડર ગ્રેજ્યુએટ પ્રોગ્રામ છે. આ કોર્ષ એનિમેશન, ઓડિયો, કમ્પ્યુટર સાયન્સ, ડિઝાઇન, ફિલ્મ, ગેમ્સ, ઇન્ફર્મેશન ટેકનોલોજી, સંગીત અને VFX તેમજ વર્ચ્યુઅલ પ્રોડક્શનમાં વિશ્વ-સ્તરીય, પ્રોજેક્ટ-આધારિત શિક્ષણ પૂરું પાડશે. આ કોર્સ ઇન્ટરનેશનલ ઇમર્શન અને એક્સચેંજની તક પૂરી પાડે છે. જેનાથી વિદ્યાર્થીઓને વેલ્યુએબલ ગ્લોબલ પર્સપેક્ટિવ મળશે. ગુજરાત અને ભારતના સર્જક વિદ્યાર્થીઓની આગામી પેઢીને માત્ર વૈશ્વિક ક્ષેત્રે સફળ થવા માટે જ નહીં, પરંતુ તેમને ક્રિએટીવ મીડિયાના ભવિષ્યને નેતૃત્વ અને સશક્ત બનશે. ક્રિએટીવ મીડિયા, વ્યાવસાયિકો અને ઉદ્યોગ નિષ્ણાતોના વિશ્વવ્યાપી નેટવર્ક પહોંચી શકાશે.