Vadodara

વડોદરામાં અકસ્માતોની વણઝાર, કપુરાઇ ચોકડી પાસે હાઇવે પર ટ્રેક્ટર સાથે ભટકાતા બે બાઈક સવારના મોત

: ટ્રાફિક વ્યવહાર પ્રભાવિત થયો

બાઇક ટ્રેક્ટર સાથે ધડાકાભેર અથડાતા કરુણ મોત :

કપુરાઈ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી :

( પ્રતિનિધિ )વડોદરા,તા.10

વડોદરા શહેર નજીકથી પસાર થતા નેશનલ હાઇવે 48 પર કપુરાઈ ચોકડી પર ગમખ્વાર અકસ્માત થયો હતો. બાઇક સવાર બે લોકો ટ્રેક્ટરની ટ્રોલી નીચે આવી જતા મોત થયા છે. આજવા ચોકડીથી કપુરાઈ ચોકડી તરફ જવાના માર્ગે અકસ્માત સર્જાયો હતો. આ મામલે કપુરાઈ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. હાલમાં બંનેના મૃતદેહને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સમગ્ર મામલે કપુરાઈ પોલીસે ટેક્ટર કબજે કર્યું છે.

શહેર બહારથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 ઉપર કપૂરાઇ ચોકડી પાસે સર્જાયેલા અકસ્માતમાં બે વ્યકિતઓના મોત નિપજ્યા હતા. એક પુરુષ અને મહિલા સવાર બાઇક અને ટ્રેક્ટરની ટ્રોલી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ બનાવની જાણ થતાં કપૂરાઇ પોલીસ ઘટના પહોંચી જઇ કાર્યવાહી હાથ ધરી છે. નેશનલ હાઈવે ઉપર કપુરાઇ ચોકડી પાસે સુરત તરફના માર્ગ ઉપર બાઇક ઉપર બે વ્યક્તિ પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન પસાર થઇ રહેલા ટ્રેકટર સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો.

આ ઘટનાને પગલે હાઈવે ઉપર ટ્રાફિક વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો. આ બનાવને પગલે સ્થાનિક લોકો દોડી ગયા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. તે સાથે કપુરાઇ પોલીસ પણ ઘટનાની જાણ થતા સ્થળ પર દોડી ગઈ હતી અને કાર્યવાહી હાથ ધરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે મૃતક યુવક અને યુવતી પાસેથી પારુલ યુનિવર્સિટી લખેલું બેગ મળી આવ્યું હતું. જેથી આ યુગલ ત્યાં નોકરી કરતું હતું કે પછી અભ્યાસ કરે છે પોલીસે તે દિશામાં તપાસ શરૂ છે.

Most Popular

To Top