વિકરાળ સ્વરૂપ લેતા આગ ઉપરના માળ સુધી પહોંચી :
દાંડિયાબજાર ફાયર સ્ટેશનના જવાનોએ કુલિંગ સાથે આગ પર કાબુ મેળવ્યો :
( પ્રતિનિધિ )વડોદરા,તા.9
વડોદરામાં છેલ્લા કેટલાક દિવસોથી શરૂ થયેલો આગ લાગવાની ઘટનાનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે. તેવામાં મધરાત્રીએ શહેરના નવાબજારમાં આવેલી એક ફર્નિચરની બંધ દુકાનમાં આગ લાગતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. દાંડિયા બજાર ફાયર સ્ટેશનના જવાનો સ્થળ પર આવી પહોંચ્યા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો. આગની આ ઘટનામાં લાખોનું નુકસાન થયું હોવાનું અનુમાન લગાવાયું છે.

વડોદરા શહેરમાં સતત ત્રીજા દિવસે આગ લાગવાનો બનાવ બન્યો હતો. શહેરના નવા બજારમાં આવેલી એક દુકાન અને તેના ગોડાઉનમાં આગ લાગી હતી. મધરાત્રીએ લાગેલી આગને પગલે દુકાન બંધ હોવાના કારણે મોટી દુર્ઘટના થતા ટળી હતી.

દાંડિયા બજાર ફાયર સ્ટેશનના સ્ટેશન ઓફિસર પ્રતાપ ડામોરે જણાવ્યું હતું કે નવા બજાર ની 58 નંબરની દુકાનમાં આગ લાગી હોવાનો કોલ કંટ્રોલ રૂમમાં મળ્યો હતો. જેથી તાબડતોડ અને સ્થળ પર દોડી આવ્યા હતા જ્યાં પડદા સહિતની ચીજ વસ્તુઓ સળગી રહી હતી આ ઉપરના માળ સુધી પ્રસરી હતી અંદાજિત એક વાગ્યાની આસપાસ આગ લાગી હતી? નીચે દુકાને ઉપર બીજામાં ત્રીજા માટે પણ ફૂલ માલ સામાન ભરેલો છે કોઈ જાનહાની થઈ નથી બે માળ સુધી આગ પહોંચી ગઈ હતી,આગ ઉપર કાબુ મેળવી લીધો હતો.

આજુબાજુની દુકાનો પણ બચી ગઈ છે. કુલિંગ કામગીરી કરી સંપૂર્ણ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું ન હતું. જોકે આગની લપેટમાં દુકાન અને ઉપર ગોડાઉન પણ આવી જતા મોટા નુકસાનની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.