એક સાંધો તો 13 તુટે એટલે એનું નામ VMC
વડોદરા: મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ચાલી રહેલા વિકાસ કાર્યોની બેદરકારી ફરી એકવાર સામે આવી છે. શહેરના ઈલેક્શન વોર્ડ નંબર 13માં, ખાસ કરીને રાજમહેલ રોડ વિસ્તારમાં, ખોદકામની કામગીરી દરમિયાન પાણીની મુખ્ય નલિકામાં મોટું ભંગાણ સર્જાયું હતું.
આ ભંગાણના કારણે હજારો લિટર પીવાના પાણીનો ભારે વેડફાટ થયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, પાઇપલાઇન તૂટ્યા બાદ લાંબા સમય સુધી પાણીનો પ્રવાહ રસ્તા પર વહેતો રહ્યો હતો, જેના પગલે સ્થાનિકોમાં વડોદરા મહાનગરપાલિકાની કામગીરી સામે ભારે રોષ જોવા મળ્યો હતો. પાણીની તંગીના સમયમાં આટલો મોટો વેડફાટ થતા તંત્રની બેદરકારી પર અનેક સવાલો ઉભા થયા છે.