Vadodara

ડિસેમ્બરમાં પ્રથમ વખત તાપમાન 13.4 ડીગ્રી નોંધાયું : ઠંડીનું જોર વધ્યું

( પ્રતિનિધિ )વડોદરા,તા.7

આગામી 15 દિવસમાં ત્રણ જેટલા વેસ્ટન ડીસ્ટર્બન્સ આવતા ઠંડી નું જોર વધશે ત્યારે રવિવારે વડોદરા શહેરનું મહત્તમ તાપમાન 29.2 ડિગ્રી અને લઘુતમ તાપમાન 13.4 ડિગ્રી નોંધાયું હતું. છેલ્લા ત્રણ દિવસથી લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થઈ છે. જેથી ઠંડીની તીવ્રતા વધવા માંડી છે.

ઉત્તરીય પ્રદેશોમાં થઈ રહેલા કોલ્ડ વેબ થી વડોદરામાં પણ ઠંડીનો પારો ડિસેમ્બર મહિનામાં પ્રથમ વખત 13. 4 ડિગ્રી નોંધાયો હતો. છેલ્લા ત્રણ દિવસથી તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે.જેના કારણે હવે ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ ધીમે ધીમે થવા લાગ્યો છે. રવિવારે લઘુતમ તાપમાન 13.4 ડિગ્રી નોંધાતા આજનો દિવસ કોલ્ડેસ્ટ ડે બન્યો હતો. છેલ્લા કેટલાક દિવસથી તાપમાન ઘટી રહ્યું હોવાના કારણે દિવસે પણ હવે ઠંડા પવનોની અસર વર્તાઈ રહી છે હજી પણ આગામી દિવસોમાં ઠંડીનું જોર વધશે અને ડિસેમ્બર બાદ ઉત્તર દિશામાં ગમન કરતા ઠંડીની તીવ્રતા વધુ રહેશે. ત્યારે આજે હવામાં ભેજનું પ્રમાણ સવારે 76 ટકા અને સાંજે 45 ટકા નોંધાયું હતું.

Most Popular

To Top