Kalol

કલા ઉત્સવ સંકુલ કક્ષાએ કાલોલ ગર્લ્સ હાઈસ્કુલની બાળાઓનુ શ્રેષ્ઠ પ્રદર્શન

કાલોલ: કલા ઉત્સવ અંતર્ગત સંકુલ કક્ષાએ વિવિધ સ્પર્ધાઓનું આયોજન શ્રી આર એંડ બી હાઇસ્કૂલ ડેરોલ ગામ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં શ્રીમતી સી. બી. ગર્લ્સ હાઇસ્કૂલની વિધાર્થિનીએ ભાગ લઈ ગૌરવ વધાર્યું હતું. આ સ્પર્ધાઓમાં ચિત્ર સ્પર્ધામાં માધ્યમિક વિભાગમાં રાઠોડ સંધ્યા જે. પ્રથમ ક્રમાંક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં રિધ્ધિ પી. દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. બાળકવિ સ્પર્ધામાં ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ખેર નિયતિ એચ. પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. શ્રી કાલોલ કેળવણી પ્રચારક મંડળ તથા સમગ્ર શાળા પરિવારે વિધાર્થિની તેમજ માર્ગદર્શક શિક્ષકોને ખૂબ શુભેચ્છા પાઠવી હતી.

Most Popular

To Top