National

ઇન્ડિગોનું સંકટ છઠ્ઠા દિવસે પણ યથાવત: દિલ્હી, મુંબઈ અને ચેન્નાઈમાં અનેક ફ્લાઇટ્સ રદ

ઇન્ડિગો એરલાઇન્સનું સંકટ સતત છઠ્ઠા દિવસે પણ યથાવત રહ્યું છે. આજે 7 ડિસેમ્બર રવિવારના રોજ દેશના મોટા એરપોર્ટ્સ પર ઇન્ડિગોની અનેક ફ્લાઇટ્સ રદ થઈ. જેનાથી હજારો મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.

દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર મુસાફરોની લાંબી કતારો જોવા મળી. મળતી માહિતી મુજબ એરપોર્ટના ફ્લાઇટ ઇન્ફોર્મેશન સ્ક્રીન પર ઇન્ડિગોની અનેક ફ્લાઇટ્સ “રદ” બતાવવામાં આવી હતી. જેથી ઘણા મુસાફરો કલાકો સુધી કાઉન્ટર પર ઉભા રહીને મદદ માંગતા જોવા મળ્યા.

ચેન્નાઈ અને મુંબઈ એરપોર્ટ પર પણ મોટો પ્રભાવ
જ્યારે બીજી બાજુ ચેન્નાઈ એરપોર્ટ પર 30થી વધુ ઇન્ડિગો ફ્લાઇટ્સ રદ થઈ હતી. તેમજ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પણ ઘણા મુસાફરોને ફ્લાઇટ રદ અને લાંબા વિલંબનો સામનો કરવો પડ્યો હતો.

પાછલા 5 દિવસમાં કુલ 2,000થી વધુ ઇન્ડિગો ફ્લાઇટ્સ રદ થઈ ચૂકી છે. તેમાં ખાસ કરીને દિલ્હી, બેંગલુરુ અને હૈદરાબાદ જેવા હબ સૌથી વધારે પ્રભાવિત રહ્યા છે.

શનિવારે 800 ફ્લાઇટ્સ રદ થઈ હતી
એરલાઇનના નિવેદન અનુસાર ગઈ કાલે શનિવારે 800થી વધુ ફ્લાઇટ્સ રદ થઈ જ્યારે શુક્રવારે આ આંકડો 1,000થી ઉપર હતો. ફ્લાઇટ ઓપરેશન્સમાં વધી રહેલી અવ્યવસ્થા મુસાફરો માટે ભારે મુશ્કેલીરૂપ બની છે.

સરકારનો હવાઈ ભાડા પર નવા નિયમો
કટોકટી વચ્ચે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે હવાઈ ભાડા પર નિયંત્રણ મૂક્યું છે. નવા નિયમો મુજબ:

  • 500 કિમી સુધી: રૂ 7,500
  • 500–1,000 કિમી: રૂ 12,000
  • 1,000–1,500 કિમી: રૂ 15,000
  • 1,500 કિમીથી વધુ: રૂ 18,000

આ નિયમો બિઝનેસ ક્લાસ અને સ્પેશિયલ ઉડાન યોજના હેઠળની ફ્લાઇટ્સ પર લાગુ નથી.

Most Popular

To Top