વાર્ષિક ઇન્સ્પેક્શનને લઈને રાજ્ય પોલીસવડાએ વડોદરા કચેરીની મુલાકાત કરી
વડોદરા તારીખ 5
રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે વડોદરા રેન્જ આઈજી કચેરીની વાર્ષિક ઇન્સ્પેક્શનને લઈ મુલાકાત લીધી હતી. ત્યારબાદ પોલીસ વડા સાથે બેઠક યોજી હતી અને
તેમની વાર્ષિક કામગીરીની સમીક્ષા પણ કરી હતી. આ ઉપરાંત ડીજીપી દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં રાત્રિના સમયે પેટ્રોલિંગ સઘન બનાવવા સાથે કોર પોલિસિંગ કરવા માટે અધિકારીઓને સૂચનો પણ કરવામાં આવ્યા હતા. વડોદરા રેન્જમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર અને છ પીએસઆઇને ડીજીપીએ પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કર્યા છે.


ગુજરાત રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે વાર્ષિક ઇન્સ્પેક્શનને લઇ વડોદરા રેન્જ આઈજીની કચેરીની મુલાકાત કરી હતી. ત્યારબાદ રેન્જ વિસ્તાર હેઠળ આવતા ચાર જિલ્લામાં વર્ષ દરમિયાન પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલી કામગીરી અને વર્ષમાં નોંધાયેલા ગુના તેમજ ડિટેક્ટ થયેલા ગુના સહિતની માહિતી એકત્ર કરવા સાથે મંગાવી પણ હતી. તેમાં પણ સૌપ્રથમ વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયેલા ગુજસીટોકના ગુનાઓ તેમજ ડભોઈ તાલુકામાં બનેલા ડિજિટલ અરેસ્ટના ગુનાની વિગતો પહેલા મંગાવી હતી. જૂની કલેક્ટર કચેરીના ધારાસભા હોલમાં યોજાયેલી સમીક્ષા બેઠક દરમીયાન ડ્રોન સર્વેલન્સનો વધુ ઉપયોગ કરવા સાથે રાજ્ય પોલીસ વડા દ્વારા રાત્રિના સમયે સંવેદનશીલ વિસ્તારોમાં એરિયલ પેટ્રોલિંગ કરવા સાથે કોર પોલિસિંગ કરવા સૂચન કરાયું હતું. રાજ્ય પોલીસ વડાએ વડોદરા રેન્જ કચેરી સાથે જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ પીઆઈ અને પીએસઆઈનું સન્માન કરી પ્રોત્સાહિત કરાયા હતા અને ડીજીપીએ રેન્જ વિસ્તારના ચાર જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી બદલ 3 પીઆઈ અને 6 પીએસઆઈને પ્રશસ્તિપત્ર અને ઇનામ એનાયત કર્યા હતા. આ પ્રસંગે આઈ.જી.શેખ સહિત આઈ જી સંદીપ સિંગ, ભરૂચના એસપી , વડોદરા ગ્રામ્ય એસપી સુશીલ અગ્રવાલ , નર્મદા જિલ્લા એસપી વિશાખા ડબરાય અને છોટાઉદેપુર જિલ્લાના એસપી પણ ઉપસ્થિત રહ્યા હતા.
– સન્માનિત કરાયેલા અધિકારીઓના નામ
- જી.વી.ગોહીલ, પો.ઇન્સ ક્રાઇમ ટેબલ 01 વડોદરા વિભાગ, વડોદરા
- એન.એન.દેસાઇ, પો.ઇન્સ ક્રાઇમ ટેબલ – 02 વડોદરા વિભાગ, વડોદરા
- એમ.એફ.ડામોર, પોલીસ ઇન્સ્પેક્ટર, એલ.સી.બી.છોટાઉદેપુર
- ડી.કે. પંડયા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર, કરાલી પોલીસ સ્ટેશન છોટાઉદેપુર
- એ.ડી.ચૌહાણ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર,જીલ્લા ટ્રાફીક, છોટાઉદેપુર.
- વી.એન.ચાવડા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર, બોડેલી પોલીસ સ્ટેશન છોટાઉદેપુર
- સી.ડી.પટેલ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર, એસ.ઓ.જી.નર્મદા
- આર.જી.ચૌધરી, પોલીસ ઇન્સ્પેક્ટર, એલ.સી.બી નર્મદા
- વી.જી.લાંબરીયા, પો.ઇન્સ રીડર શાખા વડોદરા ગ્રામ્ય
- એ.કે.ભરવાડ, પો.ઇન્સ કરજણ વડોદરા ગ્રામ્ય
- પી.કે.ભુત, પો.સ.ઇ એલ.સી.બી વડોદરા ગ્રામ્ય
- પી.જી.ચાવડા, પોલીસ ઇન્સ્પેકટર, અંક્લેશ્વર શહેર એ-ડિવિઝન પોલીસ સ્ટેશન
- આર.એસ. ચાવડા, પોલીસ સબ ઇન્સ્પેકટર, પેરોલ ફર્લો સ્ક્વોડ, ભરૂચ