Vadodara

આવતીકાલે વડોદરા મહાનગરપાલિકાની તમામ કામગીરી ઠપ્પ થઈ જશે…..

કનડગત અને માનસિક ત્રાસનો આક્રોશ: VMC ક્લાસ 1 અધિકારીઓનો જબરદસ્ત વિરોધ!

માસ CL’ પર ઉતરી કમિશનરને આવેદનપત્ર: આવતીકાલથી તમામ અધિકારીઓ સામૂહિક રજા પર ઉતરશે, VMCના વહીવટ ખોરંભે પડવાના એંધાણ.

વડોદરા:; મહાનગર પાલિકા ના ક્લાસ 1 કક્ષાના અધિકારીઓએ પોતાની રોજિંદી કામગીરીમાં પડતી વિવિધ મુશ્કેલીઓ અને બહારના તત્વો દ્વારા કરવામાં આવતી કનડગત તેમજ માનસિક ત્રાસ ના વિરોધમાં આજે આવેદન પત્ર આપીને નોંધપાત્ર વિરોધ પ્રદર્શિત કર્યો છે. આ અંગે આજે વડોદરા મહાનગર પાલિકાના તમામ કર્મચારીઓ વતી ક્લાસ 1 અધિકારીઓએ મ્યુનિસિપલ કમિશનરને એક લેખિત આવેદન પત્ર સુપરત કર્યું હતું. આ આવેદન પત્રમાં તેમની કામગીરી દરમિયાન આવતી અડચણો અને ખાસ કરીને ત્રાહિત ઇસમો તરફથી થતા દબાણ અને માનસિક ત્રાસનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. વિરોધના ભાગરૂપે, આ તમામ અધિકારીઓએ ગુરુવારે માસ કેઝ્યુઅલ લીવ પર ઉતરીને પોતાના વિરોધની તીવ્રતા દર્શાવશે.


સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ વિરોધ માત્ર આજ પૂરતો સીમિત નથી. અધિકારીઓએ સ્પષ્ટ સંકેત આપ્યા છે કે જો તેમની માંગણીઓ અને સમસ્યાઓ પર તાત્કાલિક ધ્યાન આપીને ઉકેલ નહીં લાવવામાં આવે, તો આવતીકાલથી તમામ ક્લાસ 1 અધિકારીઓ સામૂહિક રજા પર ઉતરી જશે.

આ સામૂહિક રજાને કારણે વડોદરા મહાનગર પાલિકાના વહીવટી અને વિકાસના કાર્યો પર પ્રતિકૂળ અસર પડવાની સંભાવના છે, જેની સીધી અસર શહેરના નાગરિકોને પડી શકે છે. ક્લાસ 1 અધિકારીઓનો આ આક્રોશ વડોદરા મહાનગર પાલિકાના આંતરિક વહીવટમાં ચાલી રહેલી ગંભીર સમસ્યાઓ તરફ ઈશારો કરે છે. મ્યુનિસિપલ કમિશનર આ મામલે શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર ટકેલી છે.

Most Popular

To Top