Kalol

ઘુસર ગામે રેતી ભરેલુ ટ્રેકટર રોકવાની અદાવતે 4 વ્યક્તિઓ દ્વારા હુમલો


કાલોલ તા ૦૪
કાલોલ તાલુકાના ઘણા ગામોમાં ગેરકાયદેસર રીતે રેતી ખનન કરવામાં આવે છે ભૂતકાળમાં ઘુસર ગામે મારામારી સહિત ખનીજ વિભાગના અધિકારીઓ ઉપર હુમલાના બનાવ સામે આવ્યા છે.આવો એક વધુ બનાવ નોંધાયો છે.
કાલોલ તાલુકાના ઘુસર ગામે રહેતા વિપુલસિંહ સોમસીંહ સોલંકી દ્વારા વેજલપુર પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ ની વિગત જોતા બુધવારે વહેલી સવારે ગામના રામદેવ મંદિર નજીક રોડ ઉપર કામના સરપંચના પતિ દિનેશભાઈ દલાભાઈ બારીયા તથા ગામના આગેવાનોએ ભેગા મળીને એક રેતી ભરેલું ટ્રેક્ટર પકડી પાડ્યું હતું. જે જોવા માટે ફરિયાદી ગયા હતા અને જોયું તો વેજલપુરનો મોહસીન ઉર્ફે ઢબલો ફારુક ઘાંચીનુ ટ્રેક્ટર હતું અને તેનો ડ્રાઈવર ટેકટર મૂકી નાસી ગયો હતો. ત્યારબાદ બધા ભેગા મળીને તાપણું સળગાવીને બેઠા હતા થોડીવાર બાદ સુમિતભાઈ કિશોરભાઈ રાઠોડ નો ફરિયાદી વિપુલસિંહ ઉપર ફોન આવેલ અને તું ઘુસર ચોકડી પર આવી જા અમારે તારી સાથે વાત કરવી છે .એ જ પ્રમાણે ફરિયાદીના મિત્ર યુવરાજસિંહ બારીયા ઉપર પણ મોહસીન ઉર્ફ ડબ્લ્યુ ફારુક ગાંધીનો ફોન આવ્યો હતો. જેથી બંને ભેગા મળીને ઘુસર ચોકડી ઉપર અલ્તાફભાઈના રેતીના પ્લાન્ટ નજીક રોડ ઉપર ગયા હતા

ત્યાં સુમિતભાઈ કિશોરભાઈ રાઠોડ તથા મોહસીન ઉર્ફે ઢગલો ફારુક વાંચી તથા મેહુલભાઈ પોપટભાઈ ભરવાડ અને વિક્રમભાઈ જોગાભાઈ ભરવાડ ચારેવ હાજર હતા ચારેય જણા રેતી ભરેલા ટ્રેક્ટર રોકવાની અદાવતે ગંદી ગાળો બોલવા લાગ્યા હતા અને ઉશ્કેરાઈ જઈને સુમિત રાઠોડ અને વિક્રમ ભરવાડ ફરિયાદીને પકડી પાડી ગડદા પાટુ નો માર માર્યો હતો મેહુલ ભરવાડ હાથમાં લોખંડની કડી વાળી લાકડી લઈને યુવરાજને બરડાના ભાગે, જમણા હાથે અને માથામાં મારી દેતા ચામડી ફાટી જવાથી લોહી નીકળ્યું હતું. ફરિયાદી વિપુલસિંહ છોડાવવા પડતા મોહસીન ઉર્ફ ઢબલા એ લોખંડની પાઇપ લઈને ફરિયાદીને હાથે બાવળા ના ભાગે મારી દીધી હતી બૂમાબુમ થતા ચારેવ ઈસમો જાનથી થી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટ્યા હતા બંને ઇજાગ્રસ્તને 108 મારફતે ગોધરા સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.જ્યાં પ્રાથમિક સારવાર બાદ ફરિયાદીને રજા આપી હતી અને યુવરાજસિંહને દાખલ કરવામાં આવ્યા હતા સમગ્ર બાબતે વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી.

Most Popular

To Top