Sports

IND VS SA: કોહલીએ ફરી ધમાકેદાર સદી ફટકારી, દ. આફ્રિકા સામે સચિન પછી બીજા સ્થાને પહોંચ્યો

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે રમાઈ રહેલી ત્રણ મેચોની ODI સીરિઝની બીજી મેચમાં વિરાટ કોહલીએ ફરી એક વાર શાનદાર બેટિંગ કરી સદી ફટકારી. આ ODI સીરિઝમાં કોહલી સતત ફોર્મમાં દેખાઈ રહ્યા છે. આ પહેલા પણ રાંચીમાં રમાયેલી પહેલી વનડેમાં તેણે 135 રન બનાવ્યા હતા અને હવે રાયપુરમાં પણ તેની બેટિંગ તેજ ગતિએ જોવા મળી.

માત્ર 90 બોલમાં સદી પૂર્ણ
રાયપુર ODI દરમિયાન કોહલીએ માત્ર 90 બોલમાં પોતાની સદી પૂરી કરી. આ તેની કારકિર્દીની 53મી ODI સદી છે. જે તેને વિશ્વ ક્રિકેટના મહાન બેટ્સમેનની યાદીમાં વધુ મજબૂત સ્થાન અપાવે છે.

સાઉથ આફ્રિકા સામે હવે ફક્ત 2 મેચ સચિનથી પાછળ
કોહલીએ દક્ષિણ આફ્રિકા સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ (ત્રણેય ફોર્મેટ)માં પોતાની કુલ સદીઓની સંખ્યા 10 સુધી પહોંચાડી છે. આ સાથે તે હવે સંયુક્ત રીતે બીજા સ્થાન પર પહોંચી ગયો છે.

આ યાદીમાં સર્વોચ્ચ સ્થાન પર છે સચિન તેંડુલકર જેમણે દક્ષિણ આફ્રિકા સામે કુલ 12 સદી ફટકારી છે. એટેલે કે કોહલી હવે માત્ર 2જ સદી પાછળ રહ્યો છે.

પોન્ટિંગ–વોર્નર–વિલિયમસનની બરાબરી
આ સદી સાથે કોહલીએ રિકી પોન્ટિંગ, ડેવિડ વોર્નર અને કેન વિલિયમસનની બરાબરી કરી લીધી છે. આ ત્રણેય દક્ષિણ આફ્રિકા સામે તમામ ફોર્મેટને મળીને 10 સદી ફટકારી ચૂક્યા છે. કોહલી હવે આ યાદીમાં સંયુક્ત બીજા સ્થાને છે.

સાઉથ આફ્રિકા સામે સૌથી વધુ સદી ફટકારનારા ખેલાડીઓ

  • સચિન તેંડુલકર — 12 સદી
  • વિરાટ કોહલી — 10 સદી
  • રિકી પોન્ટિંગ — 10 સદી
  • ડેવિડ વોર્નર — 10 સદી
  • કેન વિલિયમસન — 10 સદી

કોહલીનું ફોર્મ ટીમ ઈન્ડિયા માટે મોટું હથિયાર
ODI વર્લ્ડ કપ બાદ કોહલી સતત લયમાં રહ્યો છે. રાયપુરની આ સદીથી સ્પષ્ટ થાય છે કે તેનો આત્મવિશ્વાસ અને રનની ભૂખ બંને શિખરે છે. આગળની મેચોમાં પણ ટીમ ઈન્ડિયાને કોહલીના આ ફોર્મથી મોટો લાભ મળી શકે છે.

Most Popular

To Top