કચડી કચડીને ફૂટપાથ પર ન ચાલો એટલું, અહીંયા રાત્રે મજૂરો સપના જોય છે. દિવસે લોકો જ્યાં ચાલે છે એ ફૂટપાથ રાત્રે મજૂરો માટે સૂવાની જગ્યા હોય છે. જ્યાં મજદૂર સૂતો હોય ત્યાં જ એ સપના પણ જોતો હોય. એ જગ્યાને આમ કચડીને ન ચાલો. મજૂર માટે એ જગ્યા તેના સપના જોવાની છે. તો એ જગ્યા પર ચાલતા થોડો ખ્યાલ રાખો. અહીં શ્રમજીવી અને શ્રીમંત બે વર્ગ વચ્ચે જે અસમાનતા છે તેના પર માર્મિક ટકોર કરવામાં આવી છે. જે ફૂટપાથ લોકો માટે દિવસમાં ચાલવાની જગ્યા છે તે ફૂટપાથ ગરીબ મજૂર વર્ગ માટે તો રાત્રે સૂવાની પથારી છે. તેના ઉપર ગરીબો રાત્ર સપના જોય છે. શ્રમજીવી માટે તો એ ફૂટપાથ પરના સપના તેનું ભાવિ ક્યારે બદલાય તેની રાહ જોતું હોય છે. પથ્થરના ફૂટપાથ ઉપર રાત્રે મજૂર સૂતો હોય છે, તેના માટે તો આ જ તેના આરામની જગ્યા છે. આ જ તેના દિવસ બદલાય તેની પ્રતીક્ષા કરવાની જગ્યા છે. જ્યારે ફૂટપાથ ઉપરથી પસાર થનારાઓને આ વાતનો ખ્યાલ નહીં આવે. એ વાત કોઈ મજદૂર જ સમજી શકે. આમ પણ ગરીબ અને અમીર વચ્ચે જે ખાય છે તે એટલી ઊંડી છે કે અમીર માણસ તેની સામે જે ગરીબ છે તેની મુસીબતો સમજી શકતો નથી. અમીરના સપનાઓ પણ તેની મોભાદાર જીવન શૈલી જેવા હોય છે. પરંતુ શ્રમજીવીના સપના પણ તેની કક્ષાના હોય છે. એમ કહીએ તો પણ ખોટું નથી કે ગરીબના સપના પણ ગરીબ જેવા જ હોય છે. તેના માટે બે ટંકનું ભોજન મળી ગયું એટલે પણ જીવન ધન્ય થઈ ગયું હોય તેવો સંતોષ જોવા મળે. ફૂટપાથ ઉપર સૂતો માણસ બીજું તો સપનામાં શું માગે? તેના તો સપના પણ બીજા દિવસે કામ મળે અને રાત્રે થોડો આરામ મળે એવા જ હોય. શ્રમજીવીઓ માટે રાતોરાત દિવસ બદલાઈ જશે એવી કલ્પના પણ કરવી દુષ્કર હોય છે. ગાડી-બંગલા તો બહું દૂરની વાત છે. એટલે ફૂટપાથને ચાલી ચાલીને કચડવાથી બચો. એ ફૂટપાથ કોઈ મજૂર માટે રેનબસેરા છે. •