Vadodara

વાતાવરણમાં બદલાવ આવશે અને ઠંડીની શરૂઆત થતી જોવા મળશે

શહેરમાં ફરી ઠંડીનો પારો નીચે ગગળ્યો : 15.4 ડીગ્રી તાપમાન

( પ્રતિનિધિ )વડોદરા,તા.2

વડોદરા શહેરમાં ફરી એક વખત ઠંડીનો પારો નીચે ગગડ્યો હતો. મંગળવારે શહેરનું લઘુત્તમ તાપમાન 15.4 ડીગ્રી નોંધાયું હતું. જોકે બીજી તરફ હવામાન વિભાગે રાજ્યમાં શીત લહેર જેવી સ્થિતિ અને કાતિલ ઠંડીના કારણે જનજીવન પર અસર પડશે તેવી શકયતા હોવાનું જણાવવામાં આવ્યું છે.

આ વર્ષે કાતિલ ઠંડી પડશે તેવી ચેતવણી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે, સાથે જ શિયાળાની સિઝન 3 મહિના લાંબી પણ ચાલશે અને ઉત્તર મધ્ય અને પૂર્વતરના રાજ્યોમાં સરેરાશ કરતા વધારે ઠંડી પડશે. ડિસેમ્બર થી લઈને આગામી ફેબ્રુઆરી સુધીમાં છ થી સાત દિવસ શીત લહેરની શક્યતા રહેલી છે. વડોદરા સહિત ગુજરાતમાં પણ આ સ્થિતિ જોવા મળશે અને આ દિવસોમાં કાતિલ ઠંડીના કારણે જનજીવન પર પણ અસર પડશે. નિષ્ણાંતોના મતે રાજ્યમાં 3 ડિસેમ્બર પછી ઠંડીનો સારો એવો અનુભવ થવાની શરૂઆત થઇ જશે. મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ઠંડીની અસર વધશે. આ ઉપરાંત તાપમાન ગગડવાની સાથે ફરીવાર કમોસમી વરસાદની આફત આવે તેવી પણ આગાહી કરાઈ છે. 5 થી 10 ડિસેમ્બર દરમિયાન હવામાનમાં પલટો જોવા મળે તેવી પણ શક્યતાઓ છે. ત્યારે 17 ડિસેમ્બર સુધીમાં રાજ્યના કેટલાક ભાગોમાં માવઠું થવાની શક્યતાઓ છે. તો આવનારા દિવસોમાં હવામાનમાં બદલાવ આવશે..જેમા ઠંડીની સાથોસાથ કમોસમી વરસાદની પણ આગાહી આપવામાં આવી છે. ત્યારે, મંગળવારે શહેરનું મહત્તમ તાપમાન 30.4 ડિગ્રી અને લઘુતમ તાપમાન 15.4 ડિગ્રી સાથે સવારે હવામાં ભેજનું પ્રમાણ 74% અને સાંજે 49% નોંધાયું હતું.

Most Popular

To Top