હું બ્રિટીશ નારીવાદી અને કેળવણીકાર મહિલા ડોરા રસેલના સંસ્મરણ વાચી રહ્યો છું. આ સંસ્મરણો ત્રણ ભાગમાં પ્રસિધ્ધ થયા છે અને મેં તેમાંથી હજ પહેલો ભાગ જ વાચ્યો છે. તેમાં ડોરાના એડવર્ડ કાળના ઇંગ્લેન્ડમાં ઉછેર, કેમ્બ્રિજમાં તેની કેળવણી, જાતીય સમાનતા માટેના તેના વિચારોનું ઘડતર, તેણે સ્થાપેલી પ્રયોગાત્મક શાળાઓ અને તેજસ્વી અને વિવાદાસ્પદ ફિલસૂફ બ્રર્ટાન્ડ રસેલ સાથેના તેનાં લગ્નનાં વર્ષો વગેરેની વાત છે.
પોતાની પેઢીનં અન્યોની જેમ ડોરા રસેલ પર પણ બોલ્શેવિક ક્રાંતિનો જબરદસ્ત પ્રભાવ પડયો હતો. તે વીસીના પ્રારંભમાં હતી ત્યારે આ ક્રાંતિ થઇ હતી. ક્રાંતિ શરૂ થઇ તેના થોડા જ સમયમાં ડોરાએ આ ક્રાંતિની અસરનો જાત અભ્યાસ કરવા રશિયાનો પ્રવાસ કર્યો. ઇ.સ. ૧૯૧૮-૧૯ માં ચુસ્ત વોલ્શેવિકો સાથે વાતો કરતાં ડોરાને મધ્યયુગના એ ખ્રિસ્તી ધર્મ શાસ્ત્રીઓની યાદ અપાવવામાં આવી હતી.
જેઓ એવી આશા રાખતા હતા કે ભગવાન પરિપૂર્ણ બ્રહ્માંડ રચશે. એ ધાર્મિક આદર્શવાદીઓની જેમ રશિયાના આ માણસો ગ્રહોને ગતિમાન કરનાર એ બ્રહ્માંડના સૃષ્ટા અને જગંનયતાની કલ્પના કરતા હતા.
જેથી તેઓ ઔદ્યોગિક તંત્ર પર આધારિત એવા સમાજની રચના કરવાની આશા રાખી નકશો તૈયાર ખ્વાહેશ રાખતા હતા કે જેમા દરેક સ્ત્રી-પુરુષોને કામ કરવા મોકો મળે અને સમષ્ટ પ્રત્યે કંઇ અર્પણ કરી શકે. ‘એકવાર ગતિમાન થયા પછી આ નવી તર્કશુદ્ધ સામાજિક પ્રથા પોતાની મેળે વેગ પકડી લેશે.’
સોવિયેત રશિયામાં પોતાની વાતચીતમાં ડોરા પ્રભાિવત પણ થઇ હતી તેમજ બોલ્શેવિકોના હઠગ્રહથી ક્ષુબ્ધ પણ થઇ હતી. તેના માટે ભવિષ્યમાં સામ્યવાદી રાજય સ્થાપવા માટે સામ્યવાદ વિશે શિક્ષણ આપવું જરૂરી છે પણ તેનું ઝનૂન વિચારોના સ્વાતંત્રય રૂંધે છે.
ડોરાના એક દાયકા પછી કવિવર રવીન્દ્રનાથ ટાગોરે સોવિયેત રશિયાની મુલાકાત લીધી અને શાળાઓ અને કારખાનાઓમાં જઇ બે સપ્તાહ ગાળ્યા અને સમાજના િવવિધ વર્ગો સાથે વાતચીત પણ કરી અને પક્ષના અખબાર ‘ઇઝવેસ્તીયા’માં જણાવ્યું કે, સોવિયેતો કેળવણીનો પ્રસાર કરે છે તે પ્રશંસનીય છે પણ જે લોકો તમારા આદર્શમાં હિસ્સેદાર છે તેમને દુશ્મન ગણી તેમના પ્રત્યે ધિકકારની તાલીમ તમે આપો છો? અવરોધો સામે લડાઇ કરો પણ તે તમારા પુતી કે પક્ષ પુરતી સીમિત રાખો પણ તમારાં ધ્યેય સાથે સંમત ન થાય તે માણસ નથી.
‘ઇઝવેસ્તીયાંએ આખી મુલાકાત પ્રસિધ્ધ કરી હોય તે સંભવ નથી. પણ ટાગોર સાથે ગયેલા વિજ્ઞાની પી.સી. મહાલોનો વિષે ટાગોના આ શબ્દો જાળવી રાખ્યા છે.
સોવિયેત રશિયામાંથી પાછા આવી ડોરા એ ચીનમાંે જઇ ત્યાંના સામ્યવાદી પક્ષના કાર્યકરો સાથે વાતચીત કરી પણ તેમનો હઠાગ્રહ અને ઝનૂન સોવિયેત સામ્યવાદી કાર્યકરો કરતાં નરમ જણાયા અને તેમણે નોંધ્યું કે ધર્મ કરતાં સામ્યવાદ વધારે સારો કારણકે ધર્મ લોકોને સમુદાયમાં બાંધી ટોળાંની વિચારસરણી આપે છે. જોકે પશ્ચિમ પરિવર્તન ખાતર પૂર્વના ધર્મને ટેકો આપે છે તે રમૂજપ્રેરક છે. પણ કોઇ વિચારની સરમુખત્યારશાહી મૂડીવાદીઓની ચરવળ કરતા વધુ ખરાબ કોઇ શકે. વિજ્ઞાનની વાતો કરનારાઓમાં જ વૈજ્ઞાનિક દૃષ્ટિને સમજવાનો અભાવ જોતાં મને ગુસ્સો ચડે છે.
અત્યારે આપણા દેશમાં ડાબેરીઓ – જમણેરીઓ વચ્ચે શું ચાલે છે? જમણેરીઓ માને છે કે સાધન સાધ્યને વાજબી ઠેરવે છે. સત્તાધારીઓએ અમલદારશાહી અને ન્યાયતંત્ર પર નિયંત્રણ મેળવવું જ જોઇએ. અને નવલકથા કે ગીતો કેવી રીતે રચાવા જોઇએ તેના પર નિયંત્રણ રાખવાની સત્તા હોવી જોઇએ. કયા સૂત્રોને પ્રોત્સાહન આપવું જોઇએ અને કોના પર પ્રતિબંધ મૂકવો જોઇએ તેના પર પણ તેનું નિયંત્રણ પણ તેેણે કરવું જોઇએ. વૈજ્ઞાનિક દૃષ્ટિકોણની શું જરૂર છે? તેઓ અતાર્કિક અને પારંપરિક તત્વોથી દોરાય છે.
ડાબેરીઓ જમણેરી કટ્ટરવાદીઓ વચ્ચેની સમાનતા ફ્રેંચ ઇતિહાસકાર ફ્રાંસમા ફયુરે એ પોતના પુસ્તક ‘પાસીંગ ઓફ એન ઇલ્યુઝન’માં લખ્યું છે કે જેમ સોવિયેત લોકો હતા તેમ નેશનલ સોશ્યાલિસ્ટ લોકો પણ હતા જેની પોતાની વિચારસરણીની બહારના કોઇપણ લોકોને અામાજિક તત્વ માનતા હતા. તેઓ હિટલર સંપ્રદાયમાં માનતા હતા. લોકોને તેને શરણે થવાનું ફરજીયાત હતું. તે સિવાયના લોકોના દુશ્મન હતા. હિટલર માટે આવા લોકો યહૂદીઓ હતા.
ફયુરે વધુમાં લખે છે કે ફાસિવાદ અને સામ્યવાદ માટે સૌથી વધુ અનૈતિક અને હિંસક સાધનો પણ સ્વીકાર્ય હતા જો, તેનાથી સત્તા જળવાતી હોય. લેનિન અને હિટલર માનતા કે તમારા સાથી નાગરિક ખોટા લોકો સામે હોય કે વિરોધ પક્ષમાં હોય તો તમે તેને મારી નાંખી શકો છો.
બીજા વિશ્વ યુદ્ધ પછીના એશિયા માટે ભવિષ્યના કોઇ ઇતિહાસકાર ચીનમાં સામ્યવાદ અને ભારતમાં હિંદુત્વની સત્તાના ઉદય વચ્ચેની – ખાસ કરીને માઓ અને મોદી વચ્ચેની સમાનતાની વાતો લખશે. જોકે ફયુરે ભારત કદી આવ્યો નથી. પણ મોદીના ચાળા માઓ જેવા જ છે.
તેમને પણ એક જ પક્ષ હોય તેવું રાજય બનાવવું છે. તેમનો પણ સંપ્રદાય રચાયો છે. તેમણે વિરોધીઓ અને ટીકાકારોને રાષ્ટ્રવિરોધી ગણાવી વડાપ્રધાન વિરુધ્ધ કાવતરું થયું હોવાનું ગાણું ગાય છે અને સામ્યવાદીઓ ચીનમાં હાન વંશ સિવાયના લોકોને રાક્ષસ રૂપે ચીતરતા હતા તે રીતે આ લોકો મુસલમાનોને રાક્ષસરૂપે ચીતરે છે.કહો કે ન કહો, કટ્ટર ડાબેરીઓ અને કટ્ટર જમણેરીઓ વચ્ચે ઘણી સમાનતા છે. ડોરા કહે છે કે સામ્યવાદીઓએ સામ્યતાનો સમાજ રચવા ઝન્સ દર્શાવે છે.
અહીં સામ્યવાદને બદલે હિંદુત્વ શબ્દ મૂકીએ તો?
- આ લેખમાં પ્રગટ થયેલાંવિચારો લેખકનાં પોતાના છે.

You must be logged in to post a comment Login