હથિયારો સાથે મોડીરાત્રે સાત જેટલા લુટારુઓ ત્રાટક્યાં હતા, ચાર લોકોને બંધક બનાવી લુંટ ચલાવી હતી
પાદરા તથા એલસીબી સહિત પોલીસની વિવિધ ટીમોનું અન્ય ફરાર આરોપીને પકડવા ઓપરેશન જારી
પ્રતિનિધિ વડોદરા તા.28
પાદરા તાલુકાના પાટોદ ગામની સીમ વિસ્તારમાં આવેલા ફાર્મ હાઉસમાં તાજેતરમાં બુકાનીધારી લુંટારુઓએ દંપતી સહિત તેમના માતા પિતાને બાનમાં લીધું હતું. હથિયારો લઇને ધસી આવેલા લુંટારુઓ દ્વારા સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી રૂ. 83 હજારની મતાની લુંટ ચલાવી હતી. ત્યારે આ લુંટારુઓને પકડવા માટે પાદરા પોલીસ સહિતના એલસીબની ટીમ દ્વારા શોધખોળ કરાઇ રહી હતી અને ત્યારે આ લુંટ કરનાર ગેંગ પૈકીના ચાર આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. જેથી પોલીસે આરોપીઓની વધુ પુછપરછ કરવા માટે રિમાન્ડ તજવીજ હાથ ધરી છે.
પાદરા તાલુકાના પાટોદ ગામે આવેલા ફાર્મ હાઉસ રખેડવાળી કરવા માટે મગનભાઇ પ્રવિણભાઇ ચૌહાણ તેમની પત્ની રહેતા હતા. દરમિયાન યુવકના માતા પિતા આ દંપતીને 22 નવેમ્બરના રોજ મળવા માટે આવ્યાં હતા. ત્યારે દંપતી સહિત તેમના માતા પિતા રાત્રીના સમયે જમીને ઘરમાં ઉંઘી ગયા હતા. ત્યારે મોડી રાત્રીના સમયે ફાર્મ હાઉસની કમ્પાઉન્ડ વોલ કુદીને પાંચથી સાત જેટલા લુંટરાઓ હથિયારો સાથે ધસી આવ્યા હતા. હિન્દ ભાષા બોલતા આ લુંટારુઓ મગનભાઇ ચૌહાણ પર હુમલો કર્યો હતો. ત્યારબાદ તેમની પાસે સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી રૂ. 83 હજારના મતાની ફિલ્મી ઢબે સનસનાટી ભરી લુંટ ચલાવી લુંટારુઓ ફરાર થઇ ગયા હતા. ઘટનાના પગલે પાદરા પોલીસ સહિત એલસીબી ટીમો એક્ટિવ થઇ ગઇ હતી અને ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળ પર દોડી આવ્યાં હતા. પાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ત્યારે પોલીસની વિવિધ ટીમો આ લુંટરુઓને પકડવા કામે લાગી હતી અને સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ એનાલિસિસ તેમજ મોબાઇલ લોકેશન ટ્રેસિંગ ટેકનોલોજી દ્વારા દાહોદ અને મધ્ય પ્રદેશના ચાર લૂંટારૂઓને ઝડપી પાડવામાં આવ્યા છે. જેમાં બે આરોપી વડોદરાના સિટી વિસ્તારમાંથી તથા અન્યે બેને દાહોદમાંથી દબોચી લેવાયા છે. જ્યારે એક આરોપી હાથ વેંતમાં હોવાનું પોલીસ સુત્રો જણાવી રહ્યા છે. પોલીસ દ્વારા આરોપોની ધરપકડ કરીને તેમની વધુ પૂછપરછ કરવા માટે રિમાન્ડ મેળવવાની પણ તજવીજ હાથ ધરાઇ છે.
– ઝડપાયેલા આરોપીના નામ
- ઈલીપ ધવલભાઈ કળમી
- ભારતસિંહ તારસિંહ ડામોર
- ભાવેશકુમાર અરવિંદભાઈ ડામોર
- નિતેશ ઉર્ફે બોડો પરમાર