વડોદરા તા.29
લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મ જયંતિ નિમિત્તે નીકળેલી ભવ્ય યુનિટી માર્ચ પદયાત્રાનું વડોદરા શહેરમાં આગમન થયું હતું. ત્યારે વડોદરા પોલીસ કમિશનર તથા એડિશનલ પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ દ્વારા યાત્રાનું સ્વાગત કરાયું હતું અને સરદાર પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સાંસદ સહિતના કેટલાક રાજકીય નેતાઓ પણ યાત્રામાં જોડાયા હતા.

લોખંડી પુરુષ સરદાર વલ્લભ ભાઈ પટેલની 150 મી જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય યુનિટી માર્ચ પદયાત્રા કાઢવામાં આવી હતી. ત્યારે ધજા પતાકા તથા બેન્ડ વાજા સાથે આજે આ પદયાત્રાનું વડોદરામાં આગમન થતા પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર, એડી. પોલીસ કમિશનર ડૉ.લીન પાટીલ, તમામ ઝોનના ડીસીપી સહિતના અધિકારીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉપરાંત સરદારની પ્રતિમાને ફુલહાર પહેરાવવામા આવ્યા હતા. હેમાંગ જોશી સહીતના રાજકીય નેતાઓ પણ પદયાત્રામાં જોડાયા હતા. આ યાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેના માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે પોલીસ દ્વારા યુનિટી માર્ચ દરમિયાન ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તથા જાહેર જનતાને અગવડ ના પડે તેના માટે નો પાર્કિંગ તથા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. આ પદ યાત્રા વિવિધ વિસ્તારમાંથી પસાર થઈને રાજમહેલ રોડ પર આવેલા નવલખી મેદાનમાં પહોંચશે.