મધ્યપ્રદેશથી ગુજરાતમાં દારૂની હેરાફેરીમાં વધુ એક બનાવટી એમ્બ્યુલન્સ ઝડપાઈ
જેતપુર પાવી: મધ્યપ્રદેશથી ગુજરાતમાં દારૂ ઘુસાડવા બુટલેગરો દ્વારા રોજે રોજ અવનવા કિમિયા અજમાવામાં આવી રહ્યા છે તેવામાં જેતપુરપાવી પોલીસે આજે વધુ એક દારૂ ની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે.

જેતપુરપાવી પોલીસ સવારે વન કુટીર ત્રણ રસ્તા પર પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન એક સફેદ કલરની મારુતિ વાન એમ્બ્યુલન્સ આવતા તેને પોલીસ દ્વારા રોકવામાં આવતા ચાલકે ગાડી ભગાડી મૂકી હતી અને સીહોદ ગામ પાસે ભારજ નદીમાં જનતા ડાઇવર્ઝન પર ચાલક એમ્બ્યુલન્સ મુકી ફરાર થઇ ગયો હતો.
પાવીજેતપુર પોલીસે એમ્બ્યુલન્સ વાનનો કબજો લઇ ચેકિંગ કરતા ઇંગ્લિશ દારૂ મળી આવ્યો હતો. જેની કુલ કિંમત.2,64,480 અને મારુતિ વાનની કિંમત 2,50,000 કુલ. 5,14,480 મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી.