પત્નીએ પ્રેમી સાથે મળીને પોતાના જ પતિની ઠંડે કલેજે હત્યા કરી નાખી હતી, હત્યામાં વપરાયેલું ઓશીકું તથા દુપટ્ટો રિકવર કરાયો
વડોદરા તા.25
તાંદલજા વિસ્તારમાં રહેતી પરણીતાએ મુંબઈના પ્રેમી સહિત અન્ય એક આરોપી સાથે મળીને પોતાના ઘરમાં જ પતિની ઠંડે કલેજે હત્યા કરી નાખી હતી. ત્યારે પોલીસે હતીયારણ પત્નીની ધરપકડ કરી અન્ય બે આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે. આજે મહિલા આરોપીને સાથે રાખીને તેના ઘરે લઈ ગયા બાદ સમગ્ર હત્યાની ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું હતું. પોલીસે હત્યામાં ઉપયોગમાં લેવામાં આવેલું ઓશીકુ તથા દુપટ્ટો રિકવર કર્યો છે. ઉપરાંત અન્ય ફરાર બે આરોપીઓને પકડવા માટે સ્થાનિક પીસીબી તેમજ એલસીબીની ટીમોમાં આવી ગઈ છે.
વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં રહેતા ગુલબાનું નામની પરિણીત મહિલાને મુંબઈના તોસીફ સાથે પ્રેમ સબંધ હોવાના કારણે પોતાના પતિ ઈર્શાદને રસ્તામાંથી હટાવવા માટેનો પ્લાન ઘડ્યો હતો. 18 નવેમ્બરના રોજ મહિલાએ પોતાના પ્રેમીને મુંબઈથી બોલાવ્યો હતો અને હોટલમાં મળવા માટે પણ ગઈ હતી. અત્યારે પ્રેમી એ તેને ઘેનની ગોળી આપી હતી. જે ગોળી તેણે ઘરે જઈને પોતાના પતિ ઈર્શાદને દૂધમાં ઘોળીને પીવડાવી દીધી હતી. ત્યારબાદ મોડી રાત્રિના સમયે તેના પ્રેમીને બોલાવતા તેના મામાને લઈને મહિલાના ઘરે ગયો હતો. ત્યારે ઈર્શાદ બંજારા જમીન પર સૂતો હતો. ત્યારે જ ગુલબાનું તેનો પ્રેમી સહિત ત્રણ જણાએ ભેગા મળીને ઈર્શાદ બંજારા ને મોતને ઘાટ ઉતારી દીધો હતો. જોકે ગુલબાનું બન જાય હત્યાને કુદરતી મોતમાં ખપાવવા માટે મૃતક યુવકના પરિવારજનોને છાતીમાં દુખવાના કારણે મોત થયું હોવાનું જણાવ્યું હતું. શરૂઆતમાં પરિવારે પણ તેની વાત માનીને મૃતક ઇર્શાદની દફનવિધિ કરી દીધી હતી. પરંતુ મૃતક ના ભાઈને શંકા જતા ઈર્શાદ બંજારા ના મૃતદેહને બહાર કાઢ્યો હતો અને પીએમ કરાવતા તેના શરીર પર બીજાના નિશાન મળ્યા હતા. જેથી જે પી રોડ પોલીસે હત્યાનો ગુનો નોંધીને હતીયારણ ગુલબાનું બંજારા ની ધરપકડ કરી લીધી છે જ્યારે અન્ય બે આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે. ત્યારે આજે 25 નવેમ્બરના રોજ પતિની હત્યા કરનાર પત્ની ગુલબાનુ બંજારા ને સાથે રાખીને પોલીસ તાંદલજા ગામમાં ચોતરા પાસે આવેલા તેના ઘરે તપાસ માટે લઈ જઈને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. પોલીસે હત્યા કરવા માટે ઉપયોગમાં લેવામાં આવેલું ઓશિકો તથા દુપટ્ટો રિકવર કરવામાં આવ્યો છે. આપણે ઉલ્લેખનીય છે કે આ હત્યાના ગુનામાં મુખ્ય આરોપી મહિલાનો પ્રેમી તેમજ તેનો સાગરિત પ્રેમી સહિતના આરોપીને પકડવા માટે સ્થાનિક ડીસીબી તેમજ એલસીબીની અલગ અલગ ટીમો દ્વારા કાર્યવાહી કરાઇ રહી છે.