Vadodara

સોમાતળાવ ચાર રસ્તા પર ભુવો પડ્યા બાદ લાઈન લીકેજ, હજારો લીટર પાણીનો થયો વેડફાટ


( પ્રતિનિધિ )વડોદરા,તા.25

વડોદરા શહેરના સોમાતળાવ ચાર રસ્તા પર એક ભુવો પડવાની ધટના બની હતી.ભુવો ઉપરથી નાનો પણ અંદરથી ખૂબ વિશાળ છે.સાથે સાથે પાણીની લાઇન પણ ભંગાણ થઈ છે. જેથી પાણીનો પણ વેડફાટ થઈ રહ્યો છે.આ રોડ પર હજારો વાહનોની અવરજવર થતી હોય છે.તેવામા ભુવો મોટું સ્વરૂપ ધારણ કરે અને મોટી હોનારત સર્જાય તો જવાબદાર કોણ તેવા સવાલો ઉઠવા પામ્યા છે.

વડોદરા શહેરમાં હજુ પણ ભુવા પડવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે. શહેરના સોમાતળાવ ચાર રસ્તા પાસે ભુવો પડ્યો હતો. આ ભુવો ઉપરથી નાનો અને અંદર થી મોટો છે. ઉપરાંત ભુવામાં પીવાના પાણીની લાઇન ભંગાણ થઈ છે. જેથી હજારો ગેલન પાણી અંદરો અંદર વહી રહ્યુ છે. છેલ્લા ઘણા દિવસથી આ ભુવો પડ્યો છે. પરતુ, કોઈ કામગીરી કરવામાં આવી નથી.

સોમા તળાવ રોડ પર હજારોની સંખ્યામા વાહનો અવરજવર કરતા હોય છે. તેવામા આ નાનો ભુવો મોટું સ્વરૂપ ધારણ કરે અને કોઈ જાનહાની થાય તો જવાબદાર કોણ તેવા સવાલો ઉઠવા પામ્યા છે. સોમાતળાવ ચાર રસ્તા પર ભુવાના કારણે ટ્રાફિકજામ પણ સર્જાતો હોય છે. ત્યારે, વહેલીતકે આ ભુવાનુ નિરાકરણ લાવે જેથી કોઈ રાહદારી અકસ્માતનો ભોગ ના બને તેવી સ્થાનિકોએ માંગ કરી હતી.

Most Popular

To Top